મોબાઇલમાં ગેમ રમવા મામલે પત્નીએ ઠપકો આપતા નિવૃત ફૌજીએ જીવ દીધો
રાજકોટમાં દૂધની ડેરી વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મીમેને ઘરેથી નોકરીએ જવાનું કહી રામોને પહોંચી ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને સારવારમાં હોસ્પિટલે ખસેડ્યા હતા ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું પોલીસના જણાવ્યા મુજબ આર્મીમેને તેમના પત્નીએ રાત્રે મોડે સુધી મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવો અંગે હાલ આજીડેમ પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ દૂધની ડેરી વિસ્તારમાં રહેતા જીતુભાઈ જેઠાભાઈ દયાધર નામના 47 વર્ષના આધેડ ગઈકાલે પોતાના ઘરેથી નોકરીએ જવાનું કહીને નીકળ્યા બાદ રાત્રિના સમયે નિત્યક્રમ મુજબ પોતાના ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને ત્યારબાદ પોલીસને જાણ પણ કરી હતી.ત્યારે રામવન પાસે એક એકટીવા પાર્ક કર્યું હતું.પોલીસે તપાસ કરતા આ એકટીવા જીતુભાઈ નું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આજુબાજુમાં તપાસ કરતા જીતુભાઈ બેભાન હાલતમાં રામવન પાસે બે શુદ્ધ અવસ્થામાં પડ્યા હતા.ત્યારબાદ તેઓને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન ફરજ પરના તબીબે જીતુભાઈને મૃત જાહેર કર્યા હતા.
જીતુભાઈ સિક્યુરિટી ગાર્ડમાં ફરજ બજાવતા હતા તેમજ તેમને સંતાનમાં ચાર દીકરી અને એક પુત્ર છે પોતે બે ભાઈ એક બહેનમાં મોટા હતા અને પોલીસના જણાવ્યા મુજબ,જીતુભાઈ મોડીરાત સુધી મોબાઇલમાં ગેમ રમતા હોય જેથી પત્ની નીતુબેને તેમને ગેમ નહીં રમવા બાબતે ઠપકો આપતા તેઓએ આ પગલું ભરી લીધાની શંકા છે હાલ વધુ તપાસ આજીડેમ પોલીસ કરી રહી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.