વિસાવદર નગરપાલિકાના કૌભાંડોમાં સંડોવાયેલા લોકોના ધમપછાડા
વિસાવદર નગરપાલિકાના કૌભાંડોમાં સંડોવાયેલા લોકોના ધમપછાડાભ્રષ્ટાચારની વિગતો બહાર ના આવે એટલે અનેક રાજકીય દબાણો આવી રહ્યા છે.જીલ્લા લેવલ સુધી ફેલાયેલી કટકીઓને કારણે શું ઘટે છે એ પુરૂ પાડીએ પણ શાંતિ રાખો એવા મેસેજો આવી રહ્યા છે.જેમા
વિસાવદર નગરપાલિકાના વહીવટદારોના ભ્રષ્ટશાસનના ચોકાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે.ઘર ફૂટે ઘર જાય તેવી પરીસ્થીતી થઈ છે.એક નગરપાલિકાની અંદરના માણસે જ માહીતી આપતા જણાવ્યુંકડકા થઈ ગયેલા એક રાજકિય અગ્રણી દર મહીને બટકું ટુકડો લેવા જાય છે જેમાં તેની ગોઠવણી મુજબ ૩૦ હજારનો બાધેલો આંકડો છે સાથે એક નગરસેવક તરીકે ચૂંટાયેલો નશામાં મદહોશ રહેતો શખ્સ કે જે કંપનીના માલિકનો મિત્ર છે જેણે ગટરના ઢાંકણાઓ વેચવાલી કરીને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે તે શખ્સ પણ કૌભાંડમાં સામેલ છે જેણે વિવિધ સ્થળોએ થયેલા હમણાના કામોમાં છૂપી ભાગીદારી સાથે વહીવટદારોને મનાવી લીધા છે.જેની પર એક મોટા સ્થાનિક નેતાના ચારેય હાથ છે અને સાથે સાથે ટુંક સમયમાં જીલ્લા ક્ષેત્રે ઉચ્ચ હોદા ધરાવતા એક પાર્ટીના હોદેદારોનુ પણ જળ સંશાધનને લગતું કૌભાંડ પણ બહાર આવશે.આ બધી જ વિગતો નગરપાલિકાની ગતિવિધિઓ પર નજર રાખતા એક કોન્ટ્રાકટર પાસેથી જાણવા મળેલ છે.જેના બિલો પાસ કરાવવા માટે મોટું કમીશન ના સેટલમેન્ટ માં વાંધો પડતાં આધારભૂત માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.