વિસાવદર તાલુકામાં વાવાજોડાની નુકશાની બાબતે આપ્યું આવેદનપત્ર.
વિસાવદર તાલુકામાં વાવાજોડાની નુકશાની બાબતે આપ્યું આવેદનપત્ર
વિસાવદર તાલુકામાં તારીખ 6/3/23 ના રોજ મીની વાવાજોડાને કારણે ખેતીના પાક જેવા કે, ઘઉં, ચણા,તેમજ બગાયતિ પાકો ખુબ જ નુકશાન થયેલ છે. તે બાબતે આજે વિસાવદર તાલુકા તેમજ ગ્રામ્ય વિસાવદર જેવા કે રાજપરા, મુંડીયા રાવણી, કાલસરી, દુધાળા, પ્રેમપરા, વગેરે ગામના લોકો દવરા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગામડાની બહોળી સંખ્યામાં ખેડૂતો અને સામાજિક કાર્યકરો સાથે રહી અને આવેદનપત્ર અપાયું હતું. સાથે સરકાર પાસે આ કમોસમી વરસાદ અને વાવાજોડાને કારણે જે નુકશાન થયું છે. તેનું યોગ્ય સર્વે કરી લોકોને તાત્કાલિક વરળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આવેદનપત્ર આપતા ંસમયે રૂબરૂ મુલાકાત દરમ્યાન ખેડૂત રવજીભાઈ સાવલિયા, સામત ભાઈ ગઢવી, પાંચાભાઇ વણજારા સામાજિક કાર્યકર અરવિંદ ભાઈ ગેગડા વગેરેએ જણાવ્યું હતું કે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.