ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા મુકામે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, બીઆરસી ભવન સુત્રાપાડા અને શ્રી મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024 નું ૧૦ મું, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન ,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન* નું આયોજન કરવામાં આવ્યું હતું .
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા મુકામે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, બીઆરસી ભવન સુત્રાપાડા અને શ્રી મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024 નું ૧૦ મું, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું *વિજ્ઞાન ,ગણિત અને પર્યાવરણ પ્રદર્શન* નું આયોજન કરવામાં આવ્યું હતું .જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પ્રાચાર્યશ્રી વી.એમ.પંપાણિયા સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ યોજાયેલ જેમાં દરેક તાલુકા દીઠ 5 પ્રાથમિક વિભાગની કૃતિઓ અને 5 માધ્યમિક વિભાગ કૃતિઓએ પ્રદર્શનમાં ભાગ લીધેલ હતો. આમ એકંદર સમગ્ર પ્રદર્શનમાં કુલ અલગ અલગ પાંચ વિભાગોમાં થઈને પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણને લગતી કુલ 60 કૃતિઓ ની રજૂઆત થઈ હતી.આજનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન કે. મુછાળના અધ્યક્ષ સ્થાને યોજાયેલ અને પ્રદર્શન માટે ખુલ્લો મુકાયેલ.આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ 91 તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ,ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા,જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રકાશભાઈ ટાંક,ઉપપ્રમુખશ્રી જિલ્લા પંચાયત રાજવીરસિંહ ઝાલા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર,જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન બાબુભાઈ પરમાર,ગીર સોમનાથ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ ,જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ,તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઇ વાઝા, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ,જિલ્લા ભાજપ મંત્રી અને મોરાસા સરપંચશ્રી બહાદુરસિંહ ગોહેલ,જિલ્લા પંચાયત કો.ઓપ્ટ સભ્ય રામશીભાઈ પંપાણિયા ,જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા પ્રતિનિધિ જાદવભાઈ ભોળા,તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ,નાયબ મામલતદાર શક્તિસિંહ ,સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ ભીમાણી સાહેબ,મોડેલ સ્કૂલ ઈણાજના પ્રિન્સિપાલ અલ્પાબેન, ઉપસ્થિત રહેલ.આ સિવાય આજના કાર્યક્રમમાં બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા અમારા નિમંત્રણને માન આપીને તમામ તાલુકાના કેનીશ્રી,તમામ પ્રાથમિક અને માધ્યમિક સંઘના હોદ્દેદારો, ટીપીઓશ્રી,બીઆરસી,સીઆરસી તેમજ સમગ્ર શિક્ષા સ્ટાફ અને પે.સે.શાળાના આચાર્યશ્રીઓ અને ગામના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.ધારાસભ્યશ્રીએ પોતાના વક્તવ્યમાં બાળકોને સ્વચ્છતા અને શારિરીક રીતે ફીટ રહેવા બાબતે ટકોર કરી હતી અને દરેક બાળ વૈજ્ઞાનિક પાસે જઈને એમની કૃતિનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.આવતી કાલે 17 અને 18 તારીખે પણ તમામ બાળ વૈજ્ઞાનિકની કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી 9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.