બોટાદમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી: સાકરીયા કોલેજમાં યોજનાકીય અને કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો - At This Time

બોટાદમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી: સાકરીયા કોલેજમાં યોજનાકીય અને કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો


બોટાદમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી: સાકરીયા કોલેજમાં યોજનાકીય અને કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો

આત્મનિર્ભર બોટાદની સંકલ્પનાને સાકાર કરતી રોજગારલક્ષીઅભૂતપૂર્વ ઉજવણી

મહિલાઓના રોજગારલક્ષી સશક્તિકરણ થકી વિકાસશીલ,
પ્રગતિશીલ અને સંવેદનશીલ વાતાવરણનું સર્જન: જિલ્લા રોજગારઅધિકારીશ્રીપી.કે.ત્રિવેદી
જિલ્લા રોજગાર અધિકારીશ્રી વિદ્યાર્થિનીઓ માટે રોજગારલક્ષી અનેકારકિર્દીલક્ષીપથદર્શક બન્યા, વિદ્યાર્થિનીઓ સાથે સંવાદમાં સચોટ માર્ગદર્શનઆપ્યું

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ઉપલક્ષમાં ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨ને “આઝાદીના અમૃત મહોત્સવ” વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અનેક વિવિધ લોકકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાય રહ્યું છે. ત્યારે બોટાદમાં ગુજરાત મહિલા આર્થિક વિકાસ, ગાંધીનગરના ઉપક્રમે નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વી. એમ. સાકરીયા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા બોટાદ મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા રોજગાર અધિકારીશ્રી પી. કે. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થિનીઓને યોજનાકીય અને કાયદાકીય માર્ગદર્શન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો.આ તકે જિલ્લા રોજગાર અધિકારીશ્રી પી. કે. ત્રિવેદી વિદ્યાર્થિનીઓ માટે પથદર્શક બન્યા હતા. તેમણે જણાવ્યા હતું કે, ગુજરાત સરકારશ્રીએ રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના નામે ડિજિટલ સરનામું લોન્ચ કર્યુ છે. સુગમતાથી તમામ માહિતી મળી રહે તે માટે રોજગાર ઈચ્છુકો અનુબંધમ વેબપોર્ટલ પર નોંધણી કરાવી શકે છે. રોજગારલક્ષી તમામ સેવાઓ આ વેબપોર્ટલ પર ઉપલબ્ધ છે. સાથે જ અધિકારીશ્રીએ બોટાદ જિલ્લામાં રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક સાધી રોજગાર ઈચ્છુકોને રોજગારલક્ષી, કારકિર્દીલક્ષી માર્ગદર્શન મેળવવા માટે અનુરોધ કર્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પી. કે. ત્રિવેદીએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના પુસ્તકપરબ “પહેલ”નો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો જિલ્લા કલેક્ટર કચેરી, બોટાદ ખાતે કાર્યરત પુસ્તકપરબની મુલાકાત લઈ અને સરકારી પ્રકાશનોના દુર્લભ પુસ્તકો વાંચી જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી. સેમિનારમાં અધિકારીશ્રીએ વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ કરી તેમને મુંઝવતા પ્રશ્નોનું સચોટ નિરાકરણ આપ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હેતલબેન દવેએ
ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત સંબોધન કર્યુ હતું સાથોસાથ
વિદ્યાર્થિનીઓને કાયદાકીય અને યોજનાકીય માર્ગદર્શન આપ્યુ હતું.

કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ, વિવિધવિભાગનાઅધિકારીશ્રીઓ, કર્મચારીઓ,કોલેજનાપ્રાધ્યાપકો તેમજમોટીસંખ્યામાંવિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.

બોટાદની વી. એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજના ખંડમાં યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થિનીઓ દ્વારા NSS ગાન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત તમામ લોકો પાસે સ્વચ્છતા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો

Report, Nikunj Chauhan Botad 7575863232.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.