સુરેન્દ્રનગરમાં વન વિભાગમાં વનરક્ષક વનપાલ સહિતના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. - At This Time

સુરેન્દ્રનગરમાં વન વિભાગમાં વનરક્ષક વનપાલ સહિતના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા.


સુરેન્દ્રનગરમાં વન વિભાગના વનપાલ વન રક્ષક સહિતના કર્મચારીઓ ગ્રેડ પે, રજા પગાર પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગના કર્મચારીઓને આપવા વગેરે જેવી માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં 200થી વધુ વન કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે આ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા જિલ્લાના જંગલો, ઘાસની વીડીઓ, ઘુડખર અભ્યારણ, હાલમાં રેઢા થઈ ગયા છે ત્યારે વન કર્મચારીઓના પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે સરકાર દ્વારા વન કર્મીઓના પ્રશ્નોનુ સુખદ નિરાકરણ લાવવાની જગ્યાએ જંગલો સાચવવા પોલીસ તંત્રનો સ્ટાફ ફાળવવા લેટર ઇસ્યુ કરવામાં આવ્યો છે કુવામાં દીપડો પડી જશે કે કેનાલમાં ઘુડખર પડી જશે તો પોલીસ કાઢવા જશે એમ વન કર્મચારીઓ પૂછી રહ્યા છે રાજ્યના કેબિનેટ વન મંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના છે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના રાજ્ય પ્રમુખ પ્રવિણસિંહ ચૌહાણ પણ સુરેન્દ્રનગરના છે ત્યારે બંને સાથે મળી વન કર્મચારીઓના પ્રશ્નોનું વહેલી તકે સુખદ સમાધાન લાવે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.