કલેક્ટર કચેરી ખાતે ચાઈલ્ડ કેર કોર્નરને ખુલ્લું મૂકતા મંત્રી મતી ભાનુબેન બાબરીયા
કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ચાઈલ્ડ કેર કોર્નરને જિલ્લાના પ્રભારી મંત્રી મતી ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જિલ્લા સેવા સદન ખાતે અનેક મહિલા કર્મયોગીઓ કાર્યરત છે ત્યારે તેમના બાળકોને પારણાં સહિતની સુવિધાઓ તથા રમવા માટે કલેકટર કચેરી ખાતે જ અલાયદો કક્ષ બનાવવામાં આવ્યો છે જેથી બાળકો ત્યાં સમય પસાર કરી શકે આ કક્ષ કલેક્ટરની વિશેષ ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. જેમાં ઘોડિયા, વિવિધ રમકડાં, બેડ તથા સોફા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી મતી ભાનુબેન બાબરીયા તથા જિલ્લા કલેકટરની બાળકો પ્રત્યેની વિશેષ સંવેદનાને ધ્યાને લઈ આ સુંદર કક્ષ બનાવવામાં આવ્યો છે આ ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદજી ટુંડિયા, બોટાદ જિલ્લા અગ્રણી મયુરભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા, જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયા, નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા, નિવાસી અધિક કલેકટર પી. એલ. ઝણકાત સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.