બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન અને ૮ માસના બાળકનું માતા સાથે સુખદ મિલન કરાવામાં આવ્યું - At This Time

બોટાદ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કુશળ કાઉન્સેલિંગ દ્વારા પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન અને ૮ માસના બાળકનું માતા સાથે સુખદ મિલન કરાવામાં આવ્યું


(અજય ચૌહાણ)
ગઇ તા:-૨૪-૧૧-૨૦૨૪ ના રોજ બોટાદ જિલ્લાના એક ગામમાંથી એક પીડિત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી જણાવેલ કે મારા સાસરીવાળાએ ઝઘડો કરી ૮ માસનું બાળક છીનવી ને ૨ દિવસથી લઈ ગયેલ છે તેથી મદદ માટે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ ની જરૂર છે

એવી માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન કોન્સ્ટેબલ મુંધવા લતાબેન તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળ પર મહિલાની મદદ માટે રવાના થયેલ રૂબરૂ 181 ટીમ મહિલા ને મળીને પૂછપરછ કરતા જણાવેલ કે લગ્નને ૨ વર્ષ જેટલો સમયગાળો થયેલ સંતાનમાં એક ૮ માસનો દીકરો છે.સાસરીમાં સાસુ કામ બાબતે બોલતા હોય તેમજ પતિ મહિલાના પિયર પરિવાર વિરોધ બોલતા હોય તેથી અવાર-નવાર તેમનો ઝઘડા થતા હતા.૧૫ દિવસ પેહલા પીડિતા તેના પિયર સામાજિક પ્રસગોમાં ગયેલ અને પિયરમાં જ રોકાઈ ગયેલ હતા. તેથી ૨ દિવસ પહેલા તેના પતિ અને સાસરી પરિવાર ના સભ્યો સાથે તેમના માતા-પિતા ના ઘરે આવેલ ત્યારે ઝઘડો કરી ૮ માસ ના બાળકને તેમના પતિ લઈને તેમના સાસરીમાં જતા રહ્યા હતા.મહિલાને તેના બાળકો સાથે નથી એવી મૂંઝવણમાં બે દિવસથી જમતા ન હતા તેમજ બાળક દૂધ પીધું હોવાથી મહિલાની તબિયત પણ ખરાબ થઈ ગયેલ હતી તેમજ બાળકને માતા ની જરૂર હોવાથી મદદ માટે 181 ટીમ ને બોલાવેલ.181 ટીમે મહિલાના પતિ અને સાસરીપક્ષ ના સભ્યો ને સમજાવેલ કે બાળક પર માતા-પિતા બંનેનો હક હોય છે પરંતુ આમ ઘરેલું ઝઘડાના કારણે ૮ માસના બાળકને તેની માતા થી અલગ કરવી તે યોગ્ય નથી.બાળક સ્તનપાન કરે છે તેથી હાલ બાળક ને તેને માતાની જરૂર છે.જેથી બાળક ને માતા પાસે જ રાખવું જોઇએ.181 ટીમ દ્વારા પીડિતા ના પતિ અને સાસુ નું અસરકારક કાઉન્સેલિંગ કરેલા ત્યારબાદ કાઉન્સેલિંગ દરમ્યાન ઝઘડાનુ સમાધાન કરાવેલ તેમજ સાસરી પક્ષે રાજી ખુશીથી બાળક સોંપી દીધેલ પીડિતાએ સાસરીમાં રહેવાની હા પાડેલ તેથી.પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતા ના પતિ અને બંને પરિવારના સભ્યોની સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન,માર્ગદર્શન આપીને રાજીખુશીથી સમાધાન કરી પરત થયેલ.

અભયમ ટીમ દ્વારા પીડિતાના સાંસારિક જીવનની સમસ્યાનુ સમાધાન સાસરીપરિવાર અને પિયરપરિવાર ના સભ્યો વચ્ચે કરવામા આવેલ તેમજ પીડિતા મહિલા ને તેમનું ૮ માસનું બાળક પરત મળતા પીડિતા મહિલા એ આનંદ ની લાગણી વ્યક્ત કરી અભયમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.