ભરૂચ: વી.સી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, ભરૂચમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા કક્ષાએથી લઈને ગ્રામ્ય કક્ષા સુધીના લોકોને ભારતનાં વિકાસનાં અનુભવોથી અવગત કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફ થી વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા શાળાઓને આહવાન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ભરૂચ-મનુંબર રોડ સ્થિત વી. સી.ટી. ગર્લ્સ હાઇસ્કુલનાં શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ પણ શાળામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી બન્યા.
વિકાસ સપ્તાહ અંતર્ગત શાળામાં શિક્ષક આમિરબેન પટેલ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વધુમાં શાળાનાં શિક્ષિકાબહેનો કીશ્વરબેન પીરઝાદા અને ફિરદોશબેન દિવાનએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન PPT દ્વારા અનુક્રમે ” ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ સંતુલન” તેમજ “મહિલા સશક્તિકરણ – ગુજરાતનું ગૌરવ” વિષય પર સુંદર વક્તવ્ય આપી વિદ્યાર્થીનીઓને ઘણી સારી સમજ આપી હતી. અંતમાં શાળાના આચાર્ય રફિયાબેન મીરઝાએ પોતાના વક્તવ્યમાં શાળાની વિદ્યાર્થીનીઓને સતત અને સખત મહેનત થકી સારું પરિણામ મેળવી ઉચ્ચ કારકિર્દી સાથે ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.