બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના સ્વચ્છ રાખવા રાત્રી સફાઈ કરવામાં આવી*
*
*સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોએ જોડાવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ*
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આહ્વાન થકી સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવતા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમને ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી છે.
જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓ પર રાત્રી દરમિયાન સફાઈ અભિયાન હાથ ઘરી રસ્તાઓ સ્વચ્છ કરવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. શેરી, ગલી, સોસાયટી, ગામ અને શહેર સ્વચ્છ કરવા કર્મચારીઓ સાથે નાગરિકો પણ જોડાઈ રહ્યા છે. મહીસાગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ‘‘સ્વચ્છતા હી સેવા’’ અંતર્ગત બાલાસિનોર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રી સફાઈની કામગીરી કરવામાં આવી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.