આટકોટમાં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો - At This Time

આટકોટમાં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો


ઘેલા સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓનો શ્રી સૌરાષ્ટ્ર કોલેજ આટકોટમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના સરકાર શ્રી દ્વારા નવનિયુક્ત ટ્રસ્ટીઓનો સન્માન કાર્યક્રમ થયો હતો. ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી વિક્રમ ગીરી બાપુ દ્વારા વિદ્યાર્થીઓને ઘેલા સોમનાથ મહાદેવનો ઇતિહાસ જણાવ્યો હતો. અને વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ, મહંત વિક્રમ ગીરીબાપુ, ધારાસભ્ય, નાયબ કલેકટર રાજકોટ, મામલતદાર જસદણ, દરબાર સાહેબ સત્યજીત કુમાર ખાચર, ભોળાભાઈ રબારી, હરેશભાઈ કચ્છી, મનસુખભાઈ કોરડીયા, રાજેશભાઈ જોશી, ચંદુભાઈ જાની, રાજેશગીરી ગોસાઈ, ખોડાભાઈ ખસિયા, નરેશભાઈ પોલરા, ભરતભાઈ જનાણી, વલ્લભભાઈ ઝાપડિયા, બીપીનભાઈ જસાણી, વિજયભાઈ રાઠોડ તથા મંદિર વહીવટદાર મનુભાઈ શીલુ પૂર્વ ટ્રસ્ટી ગજેન્દ્રભાઈ રામાણી, અશોકભાઈ મહેતા, ચંદુભાઈ કચ્છી, રમાબેન મકવાણા, જીગ્નેશભાઈ હિરપરા, ધર્મેશભાઈ કલ્યાણી, અશોકભાઈ ધાધલ, ભરતભાઈ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ડાયરેક્ટર ડો કમલેશ હિરપરા દ્વારા આવેલ નવનિયુક્ત ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન કોલેજ મેનેજિંગ ડાયરેક્ટર કેવલ હિરપરાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image