પંચમહાલ- ઉત્તરાયણ પર્વને લઈને પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ,ઘરાકી થતા વેપારીઓમાં ખુશાલીનો માહોલ
શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમાં આગામી ઉત્તરાયણ પર્વને લઈને પતંગરસિયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.બજારમાં પંતગ દોરા ફિરકાઓ સહિતના વેચાણ માટે હાટડીઓ ખુલી ગઈ છે. હાલમા વિવિધ પ્રકારના પંતગોની માંગ પતંગરસિયાઓમા જોવા મળી રહી છે. સાથે સાથે નાના બાળકોમા પીપુડા અને માસ્કની બોલબાલા વધી છે ત્યારે એવા વેપારીઓ પણ અન્ય રાજ્યમાંથી વેચવા આવ્યા છે. હાલમા બજારમા સારી એવી ઘરાકી થતા વેપારીઓ પણ ખુશ ખુશાલ છે. વેપારીઓનુ કહેવુ છે પંતગના ભાવ પણ ગત વર્ષ જેટલા સામાન્ય છે.
પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમા ઉત્તરાયણ પર્વને લઈને ભારે પંતગરસિયાઓમાં ભારે ઉત્સાહનુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવતો જાય છે. તેમ તેમ પંતગ રસિકોમા ભારે ઉન્માદ જોવા મળી રહ્યો છે. શહેરા નગરમા આવેલા બસ સ્ટેશન વિસ્તાર તેમજ હાઈવેમાર્ગ પર પર પંતગના વિવિધ સ્ટોલો ખુલી ગયા છે.હાલમા પંગત ચગાવા માટે રસિકો દોરા તૈયાર લેવાનુ પસંદ કરે છે. પંતગોમા હાલમા વિવિધછે. પ્રકારના કાર્ટુન કેરેકટર વાળી,તેમજ હિન્દી,ગુજરાતી ફિલ્મોના કલાકારોના ફોટા વાળી પતંગોની માગ છે. સાથે સાથે બાળકો મા પીપુડાની તેમજ વિવિધ પ્રકારના માસ્કની પણ વધારે માંગ જોવા મળી રહી છે. ત્યારે અન્ય રાજ્યોમાંથી વેપાર કરવા માટે વેપારીઓ આવે છે .
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.