ભાદરવી પૂનમ નિમિત્તે યોજાતી ઉમાં ખોડલ રથયાત્રા અને પદયાત્રા જુનાગઢથી ઉપલેટા ખાતે આવી પહોંચતા ઠેર-ઠેર માતાજીના રથનું અને પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરાયું
ઉપલેટા ખાતે આવી પહોંચેલ ભક્તો માટે રાત્રિ રોકાણ અને ભોજન પ્રસાદનું ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા વિશેષ આયોજન કરેલ
દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે છેલ્લા ૧૫ વર્ષથી જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રા યોજાઈ છે
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪, જુનાગઢથી સીદસર ખાતે છેલ્લા ૧૫ વર્ષથી જતી ઉમા ખોડલ પદયાત્રા સીદસર ઉમિયા માતાજીના મંદિર સુધી યોજાઈ છે. ભાદરવી પૂનમ નિમિત્તે યોજાયેલ રથયાત્રા અને પદયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચી હતી. આ પદયાત્રા ઉપલેટા આવી પહોંચતા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરાયેલ આ રથયાત્રાનું શહેરના આગેવાનો, અગ્રણીઓ, વિવિધ સમાજના પ્રમુખો દ્વારા જુનાગઢથી સીદસર ખાતે જઈ રહેલા માં ઉમા ખોડલ રથનું સ્વાગત તેમજ પદયાત્રીઓનું અભિવાદન કરી માતાજીના રથને પ્રણામ કરી માતાજીની મૂર્તિને હારતોરા કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા.
ઉપલેટા શહેરમાંથી પસાર થયેલ આ પદયાત્રા અને રથયાત્રા પહોંચ્યા બાદ શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને હજારો લોકો આ રથયાત્રાના દર્શન કરવા ઊમટી પડ્યા હતા. આ રથયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચતા રથયાત્રાની સાથે જોડાયેલ પદયાત્રીઓ માટે ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે શ્રદ્ધાળુઓ ભક્તજનો અને પદયાત્રીઓ માટે રાત્રિ રોકાણની તેમજ ભોજન પ્રસાદ અને સવારના નાસ્તા માટેની વિશેષ રૂપે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે રથયાત્રા ઉપલેટા ખાતે આવી પહોંચ્યા બાદ કડવા પટેલ સમાજ ખાતે સર્વે સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા એકત્રિત થઈ માં માતાજીની આરતી કરી જય ગોસ સાથે માતાજીના આશીર્વાદ લીધા હતા.
દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રા યોજાઈ છે. આ પદયાત્રા જૂનાગઢથી શરૂ થતી પદયાત્રાની સમિતિ દ્વારા ૧૫ મી પદયાત્રાનું પ્રસ્થાન થયું છે. આ પદયાત્રાને ધારાસભ્ય દ્વારા માતાજીનો રથ હંકારીને પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું ત્યારે સમસ્ત કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાજીનાં ધામ સિદસર સુધીની પદયાત્રા આયોજન કરવામાં આવ્યું છે.
દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે છેલ્લા ૧૫ વર્ષથી જૂનાગઢથી સિદસર સુધીની પદયાત્રા યોજાઈ છે જેમાં વહેલી સવારે ઉમા ખોડલની આરતી સાથે પદયાત્રાનું જુનાગઢથી પ્રસ્થાન થયું છે. કડવા પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પદયાત્રીઓની સુવિધા અને સેવા હેતુ અનેક સેવાભાવી યુવાનો પણ પદયાત્રામાં જોડાયા હતા.
સિદસર મુકામે કડવા પાટીદાર સમાજના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે ભાદરવી પૂનમના દિવસે પ્રાગ્ટ્યોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સિદસર મુકામે ઉમિયા માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભાદરવી પૂનમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સિદસર મુકામે થતાં ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા જૂનાગઢથી સિદસર સુધીની ૭૧ કિમીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
જૂનાગઢની શ્રી ઉમા ખોડલ રથ સાથે પદયાત્રા સમિતિ દ્વારા ૧૫ મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કડવા પાટીદાર સમાજના ભાવિકો જોડાયા હતા. વહેલી સવારે શણગારેલા રથમાં મા ઉમિયાજીની આરતી કરવામાં આવી. જૂનાગઢના ધારાસભ્ય દ્વારા આરતીમાં ઉપસ્થિત રહ્યા અને બાદમાં શ્રીફળ વધેરીને માતાજીના રથને હંકારીને પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા દરમિયાન કોઈપણ ભાવિકને કોઈ જાતની તકલીફ ન પડે તેની કાળજી લેવામાં આવે છે. પદયાત્રીઓની સેવા અને સુવિધા હેતુ ચા પાણીની સેવા, મેડિકલની કોઈ જરૂરીયાત ઉભી થાય તો મેડીકલ ટીમ, રસ્તામાં પદયાત્રીઓ માટે શરબત, નાસ્તા સહીતની સુવિધા અને પદયાત્રીઓના સામાન માટેની અલગ અલગ સેવાભાવી યુવાનોની સમિતિઓ પણ પદયાત્રામાં જોડાય છે અને નિઃસ્વાર્થ ભાવે સેવાયજ્ઞ કરવામાં આવે છે.
જૂનાગઢથી શરૂ થયેલી આ પદયાત્રા મજેવડી, ગોલાધર, ઉદકીયા, મોટીમારડ, ચિખલીયા થઈને ઉપલેટા મુકામે રાત્રી રોકાણ માટે આવી પહોંચી હતી ત્યારે ઉપલેટામાં સ્વાગત તેમજ અભિવાદન પણ શહેરના અને આસપાસના પંથકના આગેવાનો, અગ્રહીઓ સાહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી. ઉપલેટાથી વહેલી સવારે પ્રસ્થાન કરી કોલકી, રબારીકા, પાનેલી થઈને પદયાત્રા સિદસર પ્રસ્થાન કરેલ હતું ત્યારે યાત્રાળુઓએ પણ ઉપલેટામાં ખાસ વ્યવસ્થા કરવા બદલ આયોજકોનો પણ આભાર વ્યક્ત કરેલ હતો.
તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.