મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર નેત્રંગ તાલુકાના અન્ય ૬ માલિકો સામે ફરિયાદ - At This Time

મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર નેત્રંગ તાલુકાના અન્ય ૬ માલિકો સામે ફરિયાદ


નેત્રંગ પોલીસ દ્વારા મકાન ભાડુઆત સંબંધિત જાહેરનામાનો ભંગ કરનાર કેટલાક મકાન માલિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે.

નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ આર,સી, વસાવા ની સૂચનાથી જાહેરનામાનો ભંગ કરનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. નેત્રંગ પોલીસની ટીમે વિવિધ ગામો તપાસ હાથ ધરી હતી, જેમાં નોંધણી વિના અન્યને મકાન અને દુકાન ભાડે આપેલ હોય તેવા |મકાન અને દુકાન માલિક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરનામાનો ભંગ બાબતે હાલમાં નેત્રંગ પોલીસ થકી તપાસ ચાલી રહી છે. બીજા રાઉન્ડમાં બે મકાન માલિકોએ ભાડુઆતની નોંધ પોલીસમાં કરાવી ન હતી. જેઓની સામે કાયદેસર ની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવેલ ત્યારબાદ આ કાર્યવાહી ચાલુ રહેતા અન્ય છ મકાન માલિકો જેમાં પ્રકાશ અંબુભાઈ વસાવા (રહે.લીમડા ફળીયુ, નેત્રંગ) (૨) મનોજ ચંદુભાઈ વસાવા (રહે.જીનબજાર, નેત્રંગ), (૩) મનિષ ચંપકભાઈ વસાવા (રહે.નિશાળ ફળીયુ, ભોટનગર, વડપાન) (૪) દાદુ મંગળભાઈ વસાવા (રહે. નવીવસાહત નેત્રંગ) (૫) દિનેશ રમણભાઈ વસાવા (રહે.કોલીયાપાડા તા.નેત્રંગ) (૬) અમીત ઉફે ભરત રમણભાઈ પરમાર (રહે.જવાહર બજાર નેત્રંગ) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નેત્રંગ પોલીસે જાહેરનામાના ભંગ બાબતે કડક હાથે કામગીરી શરૂ કરાતા પ્રરપ્રાંતીય ના લોકોને મકાન દુકાન ભાડે આપનાર મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.