ઉપલેટા કટલેરી બજાર એશોશિયેશન દ્વારા ધારાસભ્ય લલિત વસોયાનું સાકારતુલા કરી સન્માન કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gbu4kz4g04zktyo9/" left="-10"]

ઉપલેટા કટલેરી બજાર એશોશિયેશન દ્વારા ધારાસભ્ય લલિત વસોયાનું સાકારતુલા કરી સન્માન કરાયું


ધોરાજી-ઉપલેટા વિસ્તાર માટે ફાળવેલ એમ્બ્યુલન્સથી લોકોને સુવિધા મળતા કરાયું સન્માન

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૩૧ જુલાઈ ૨૦૨૨, ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય લલિત વસોયાએ પોતાની ગ્રાન્ટ માંથી ચાર જેટલી એમ્બ્યુલન્સ ફાળવી છે ત્યારે આ સુંદર કર્યો બદલ ઉપલેટા કટલેરી બજાર એસોસિયેશન દ્વારા ધારાસભ્ય લલિત વસોયાનું સાકારતુલા કરીને સન્માન કરવામાં આવ્યું હતું.

ઉપલેટા શહેરના એપલગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં દ્વારકાધીશ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા મંદિરના સંત, ઉપલેટા તેમજ આસપાસના પંથકના આગેવાનો કટલેરી બજાર એસોસિયેશનના કારોબારી સદસ્યો, વ્યાપારીઓ સહિતના સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.

ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે ઉપલેટા-ધોરાજી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના લોકોને મેડિકલ ક્ષેત્રે નજીકમાંથી મોટા શહેરો તરફ જવા માટે જરૂર પડ્યે નજીકમાં રહેલી આ એમ્બ્યુલન્સ ઉપયોગી થવા માટેના હેતુસર લોકોના હિત માટે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે તેવું જણાવેલ.

ધારાસભ્ય લલિત વસોયાએ આ સાથે એવું પણ જણાવ્યું છે કે હજુ પણ વધુ એમ્બ્યુલન્સ અમુક વિસ્તારોમાં ફાળવવા માટેની પણ તેમના દ્વારા પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને હજુ વધુ લોક હિતના અને લોકોના આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ વધુ પૂરી પાડવામાં માટે જેમ આગાઉ પ્રયત્નો કરેલ છે તેમ હજુ પણ શરૂ રહેશે.

તસ્વીર/અહેવાલ: આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]