જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં જુની અદાવતમાં બે પરીવાર વચ્ચે બઘડાટી: બે મહીલા ઘાયલ
જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં જુની અદાવતમાં બે પરીવાર વચ્ચે બઘડાટી બોલી હતી. છુટાહાથની મારામારી થયા બાદ એક મહીલાના કપડા ફાડી છેડતી થયાના આક્ષેપો પણ થયા છે. બનાવમાં સારવારમાં ખસેડાયા હતાં.પ્રાપ્ત વિગત અનુસાર જામનગર રોડ પર આવેલ સ્લમ કવાર્ટરમાં રહેતા ચંદ્રીકાબેન મિલનભાઈ ગોહેલ (ઉ.વ.34) આજે સવારે તેના ઘર પાસે હતાં ત્યારે ઘસી આવેલ પુજા,આરતી, નરેશ અને ધવલ નામના શખ્સે ઝઘડો કરી બે-ફામ ઢીકાપાટુંનો મારમારતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાઈ હતી.
વધુમાં ઈજાગ્રસ્ત મહીલાએ જણાવ્યું હતું કે તેમને સંતાનમાં બે પુત્રી છે. જેમાં નાની પુત્રી 15 દિવસ પહેલાં ઘરે હતી ત્યારે તેની પડોશમાં રહેતાં નરેશ નામના શખ્સે દારૂના નશામાં તેમની પુત્રીને પોતાના ઘરે બોલાવી છેડતી કરી હતી. જે અંગે પોલીસ ફરીયાદ નોંધવતાં તે 15 દિવસ પહેલાં જેલમાં ધકેલાયો હતો.
જે બાદ આજે તે જેલમાંથી બહાર આવી અમે લોકો ઘરે હતો.ત્યારે ધસી આવી મને અને મારી બે પુત્રીને મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો.જયારે સામાપક્ષે આરતીબેન નરેશભાઈ સરવૈયા (ઉ.વ.26) ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. અને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પતિ ગઈકાલે જેલમાંથી છુટી ઘરે આવ્યા બાદ આજે તેઓ ભત્રીજીને સ્કૂલે મુકવા માટે જતાં હતાં.
ત્યારે પડોશમાં રહેતી ચંદ્રીકાબેન, મિલન, તુષાર, સુરેશ, કાળીયો સહીતના શખ્સો ઘરે ઘુસી આવ્યા હતાં.અને તેમના કપડા ફાડી નાંખી ઢીકાપાટુનો બે-ફામ મારમારી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધવા તજવિજહાથ ધરી હતી. પોલીસ તપાસમાં ઈજાગ્રસ્ત ચંદ્રીકાબેનના પતિ, મિલનભાઈ આરએનસીમાં સફાઈ કામદાર છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.