સુરેન્દ્રનગરમાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં પોલીસ મીટ 2024 નો પ્રારંભ
વડોદરા તળાવની ઘટનાને લઇને પોલીસ પરિવાર દ્વારા શોક વ્યકત કરતા ગુજરાત પોલીસ વડા
સુરેન્દ્રનગર ખાતે પોલીસ મીટ 2024 ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પોલીસવડા વિકાસ સહાય રેંજ આઈજી અશોકકુમાર યાદવ તેમજ પાંચ જિલ્લાના પોલીસવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ મીટ 2024 નું સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે અલગ અલગ પાંચ જિલ્લાઓની ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે અને ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે પ્રથમ દિવસે ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના હસ્તે આ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને પોલીસનો રમતગમત ક્ષેત્રે વિકાસ થાય અને તેમની માનસિક અને શારીરિક રીતે પણ પૂરતી મળે તે પ્રકારના પ્રયાસો અને તે પ્રકારની મોમેન્ટો થાય તે માટે વિવિધ પ્રકારની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને પોલીસ દ્વારા બેડમિન્ટન દોરડા ખેંચ ક્રિકેટ વોલીબોલ જેવી અવનવી રમતો ત્રણ દિવસ રમાવાની છે ત્યારે રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર 5 જિલ્લાના પોલીસ ખેલાડીઓ સુરેન્દ્રનગર ખાતે આવ્યું પહોંચ્યા છે ત્યારે ગુજરાત પોલીસવડા વિકાસ સહાય દ્વારા આ કાર્યક્રમ ખુલ્લો મુક્યા બાદ રમતવીરોને પ્રોત્સાહન મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જીતના ટીમને વિવિધ પ્રકારના મેડલો તેમ જ પુરસ્કારો એનાયત કરવામાં આવશે ત્યાર બાદ જે લોકોએ ભાગ લીધો છે તેમને પણ સારી રમત બદલ બિરદાવામાં આવશે ત્યારે ખાસ કરીને આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પોલીસવડા વિકાસ સહાય પણ હળવા મૂળમાં જોવા મળ્યા ખાસ કરીને બેડમિન્ટનની રમત ઉપર ગુજરાત પોલીસવડા વિકાસ સહાય દ્વારા હાથ અજમાવવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનું જે બેડમિન્ટનનો ગ્રાઉન્ડ છે ત્યાં વિકાસ સહાય પહોંચી અને ત્યાં બેડમિન્ટન રમતા નજરે પડ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ માટે વિવિધ રમતો માટેના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે પોલીસ તેનો ઉપયોગ પણ કરી રહી છે ત્યારે જે બેડમિન્ટનનું ગ્રાઉન્ડ છે તે સુરેન્દ્રનગરનું બેસ્ટ ગ્રાઉન્ડ ગણવામાં આવે છે અને તે પોલીસ પાસે છે ત્યારે વિકાસ સહાય દ્વારા બેડમિન્ટન જેવી રમતો ઉપર હાથ અજમાવવામાં આવ્યો હતો અને બેડમિન્ટર રમતા ગુજરાત પોલીસવડા વિકાસ સહાય જોવા મળ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.