બોટાદ ટાઉન પોલીસના મોટર સાયકલ ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી અશોક ઉર્ફે પોપટ રામજીભાઈ ગાબુ નામનો આરોપીને પકડી ત્રણ મોટર સાયકલને મળી કુલ ૭૫,૦૦૦/- નો મુદ્દામાલ બોટાદ એલ.સી.બી.કબ્જે કર્યો - At This Time

બોટાદ ટાઉન પોલીસના મોટર સાયકલ ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી અશોક ઉર્ફે પોપટ રામજીભાઈ ગાબુ નામનો આરોપીને પકડી ત્રણ મોટર સાયકલને મળી કુલ ૭૫,૦૦૦/- નો મુદ્દામાલ બોટાદ એલ.સી.બી.કબ્જે કર્યો


(રિપોર્ટ અસરફ જાંગડ)
બોટાદ એલ.સી.બી. સ્ટાફ દ્વારા બાતમી આધારે અશોક ઉર્ફે પોપટ રામજીભાઇ ગાબુ રહે. પાળીયાદ વાળો આધાર પુરાવા વગરનુંમો.સા.રજી.નંબરGJ-04-CG-9609 નું રાખી ચલાવે છે અને સદર નંબરવાળુ મો.સા. લઇને હાલ પાળીયાદથી બોટાદ તરફ આવે છે જે બાતમી આધારે એલ.સી.બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ નેત્રમ સી.સી.ટી.વી કેમેરાની મદદ લઇ તપાસ કરાવતા મજકુર ઇસમ અશોક ઉર્ફે પોપટ રામજીભાઇ ગાબુ રહે. પાળીયાદ વાળો ચોરીના મો.સા. સાથે મળી આવેલ તેની પુછપરછ દરમ્યાન તેઓએ પકડાયેલ મો.સા. સિવાય અન્ય બે મો.સા.ચોરેલ હોવાની હકીકત જણાવતા ચારેય આરોપીઓને પકડી તેઓની પાસેથી કુલ મો.સા. નંગ ૦૩ મળી કુલ ૭૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image