શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી: રાજકોટના જસદણમાં જુગાર રમતા ૮ શખ્સો પકડાયા - At This Time

શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી: રાજકોટના જસદણમાં જુગાર રમતા ૮ શખ્સો પકડાયા


શ્રાવણ માસમાં જુગારની મોસમ ખીલી: રાજકોટના જસદણમાં જુગાર રમતા ૮ શખ્સો પકડાયા શ્રાવણ માસ શરૂ થતાં પત્તપ્રેમીઓ જુગાર રમવાનું શરુ કરી દીધું છે. જાણે પત્તાની મોસમ જામી હોય તેમ રોજ અનેક જગ્યાએ પોલીસ દરોડ પાડી જુગાર કલબ પકડી છે. રાજકોટમાં અનેક જ્ગ્યાએથી જુગાર કલબ પકડાઈ છે ત્યારે જસદણના લીલાપુરમાં આવેલ મિલમાં જુગાર કલબ ચાલતી હતી જે અંગ બાતમી મળતા પોલિસે ત્યાં દરોડો પાડયો હતો. આ દરોડામાં પોલીસે ૮ પતાપ્રેમીને પકડ્યા હતા. ૨.૭૫ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી વિગત અનુસાર જસદણમાં આવેલ લીલાપુરનાં જીનીંગ મીલમાં જુગાર ક્લબ ચાલતી હતી જ્યાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા હડમતીયાના સરપંચ સહીત આઠ શખ્સોને રૂા. ૨.૭૫ લાખના મુદ્દામાલ સાથે પકડી કાર્યવાહી કરી હતી. જસદણ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે જસદણના લીલાપુરથી આગળ આવેલ રાજકોટના ભરત બટુક બાંભણીયાએ પોતાની શીવમ જીન મીલ નામની ફેકટરીની બહારથી માણસો બોલાવી જુગાર ક્લબ ખોલી જુગાર રમાડતો હતો. જ્યાં દરોડો પાડી ખાંડા હડમતીયાના સરપંચ કેશુ પોપટ બાવળીયા, ભરત બટુક બાંભણીયા, જનક દડુ ખાચર, ખોડા આંબા દુધરેજીયા, પ્રવિણ ભુસડીયા, જેન્તી રુપા ખોરાણી, જેસીંગ રાણા રાઠોડ અને સંજય પરમાર ને દબોચી રોકડ, ચાર મોબાઈલ ફોન મળી રૂા. ૨.૭૫ લાખના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon