રાજકોટ ભાજપના કાર્યકરે ધારાસભ્ય ડો.દર્શિતા શાહના ફોટા ક્રોપ કરી કહ્યું: ‘મને દાટી નહીં આપતા’, ઓડિયો ક્લિપ વાઇરલ
ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી રાજકોટ પશ્ચિમ પરથી ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા ડો.દર્શિતા શાહની હાલ એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે. જેમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટ ભાજપના કાર્યકરે ધારાસભ્ય ડો.દર્શિતા શાહના ફોટા ક્રોપ કરી નાખ્યા છે અને આ મામલે ડો.શાહે એ કાર્યકર સાથે વાતચીત કરતા પ્રત્યુત્તર સ્વરૂપે કાર્યકરે એવું કહ્યું હતું કે,'જેને ફરિયાદ કરવી હોય તેને કરો.મને દાટી નહીં આપતા'. હાલ આ ઓડિયો ક્લિપ વાઇરલ થતા ભાજપમાં જૂથવાદ હોવાની ચર્ચા થઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.