રંગીલાપાર્કમાં આર્થિકભીંસથી કંટાળી કીશન રાઠોડનો ફાંસો ખાઈ આપઘાત

રંગીલાપાર્કમાં આર્થિકભીંસથી કંટાળી કીશન રાઠોડનો ફાંસો ખાઈ આપઘાત


રાજકોટ,તા.23 : હરીધવા રોડ પરની રંગીલાપાર્ક સોસાયટીમાં આર્થિકભીંસ કંટાળી કિશન રાઠોડ નામના યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.બનાવની વધુ વિગત અનુસાર રંગીલા પાર્કનાં રહેતાં કિશન અમરશીભાઈ રાઠોડ (ઉ.વ.22)ગત રોજ રાત્રીના પોતાના રૂમમાં છતના હુંકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો,

તેની માતા જમવા માટે બોલાવવા જતાં પુત્ર લટકતી હાલતમાં જોવા મળતાં આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ ગોધાણી દોડી ગયા હતાં અને પંચરોજકામ કરી મૃતદેહને પીએમમાં સીવીલે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતકના પિતા ફલોરમીલ ચલાવે છે. અને પોતે લાંબા સમયથી બેરોજગાર હોઈ જેથી પરીવારમાં આર્થિકભીંસ આવતાં કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. મૃતક પરીવારનો એકનો એક પુત્ર હતો.જેના મોતથી કલ્પાંત છવાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »