આર્થીક ભીંસથી કંટાળી ઝેરી દવા પી-લેનાર યુવકનું સારવારમાં મોત
મોરબીરોડ પર ગાંધી વસાહતમાં રહેતાં રત્નદીપ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.22) બે દિવસ પહેલા પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલે ખસેડાયો હતો જયાં તેનું સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી ડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા પરિવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે જેમાં રત્નદીપ મોટો હતો અને તે ઈમીટેશનનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ધંધામાં મંદી આવતા મોંઘવારીમાં પરિવારનું ગુજરાન કેમ થશે તેની ચિંતામાં પગલુ ભર્યાનું જણાવ્યું હતું. પરિવારે આધારસ્તંભ ગુમાવી દેતાં કલ્પાંત છવાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.