વિસાવદર તાલુકાનાં લોકોને ઇન્ચાર્જ ઓફીસરો જ ડિસ્ચાજૅ કરે છે - At This Time

વિસાવદર તાલુકાનાં લોકોને ઇન્ચાર્જ ઓફીસરો જ ડિસ્ચાજૅ કરે છે


વિસાવદર તાલુકાનાં લોકોને ઇન્ચાર્જ ઓફીસરો જ ડિસ્ચાજૅ કરે છેજ્યાંથી ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ચૂંટાઈને વતૅમાન સરકારની અવિરત યાત્રા શરૂ થયેલ હતી.તે વિસાવદર તાલુકાના ૭૪ ગામડાઓના લોકો ઇન્ચાર્જ અધિકારીઓથી ડિસ્ચાજૅ થઈ રહ્યા છે.એક સરપંચે સોશિયલ મીડિયામાં કરેલ ખુલ્લેઆમ બંડથી કૂ વિસાવદરના તા.વિ.અ. ને જોવા એ એક અલભ્ય ક્ષણ બને છે.ધારાસભ્ય વગરનો આ તાલુકો સરકારી દરેક સહાયથી વંચિત છે.ઓફીસો આગળ લાગતી મસમોટી લાઈનો એ સરકારી તંત્રની અણ આવડતની અવદશા બતાવે છે.સીટી સર્વે વાળા સાહેબ સપ્તાહમાં એકવાર આવે છે અને તે પણ રજા હોય કે રજા પર હોય તો નાનકડા એવા કામમાં લોકોને ધક્કા ખાવા પડે છે.અને રામભરોસે ચાલતા આ તાલુકામાં નબળી નેતાગીરી એ બતાવે છે કે જાહેર જનતાની કોઈને પરવા નથી.વિસાવદર નગરપાલિકાના કૌભાંડો ખુલ્લેઆમ દેખાય છે પણ કોઈ પગલાં લેવાતાં નથી.ઓફીસો કામચલાઉ કમૅચારીઓથી ચલાવાય છે ઉપર થી નીચે ચાલતી હપ્તાખોરીથી ગૌચરોની રેતી માટીનો બેફામ ઉપયોગ કરી ખાણ ખનીજ વિભાગ પણ કેમ ચૂપ છે.રોડ રસ્તાઓ મુદે રજુઆત કરીને લોકોની કમર બેવડી વળી ગઇ છે પણ સરકારી તંત્ર નિભૅર બનીને જલસા કરે છે.મોટામોટા ભાષણો કરતા નેતાઓ અને ફૂલેકામા ફુદીયાઓની જેમ નાચતા ઝભ્ભાધારીઓને પ્રજાની સમસ્યાઓ દેખાતી નથી.ધારાસભ્યની ચૂંટણી અંગે શું રંધાઈ રહ્યું ખબર નથી.પણ નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા એક એક વોડૅમા ઉમેદવારોનો એટલો રાફડો ફાટયો છે કે કદાચ એક વોડૅ માટે ત્રણ ચાર ઈ.વી.એમ. રાખવા પડશે. કેમ કે વિકાસના કામોમાં થતી ખિસ્સા ભરવાની નીતિથી કેટલાક કડકાઓ આજે લાખોનો વ્યવહાર કરી રહ્યા છે.કમીશન અને ઇન્ચાર્જથી ચાલતી વિસાવદર વિસ્તારની સરકારી અને રાજકીય મીલીભગત સિસ્ટમથી પ્રજા પરેશાન છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી.

રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.