કોડીનાર પોલીસે રૂપિયા 5,50,000 હજાર નો ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g7pdnhhzo6xr3nww/" left="-10"]

કોડીનાર પોલીસે રૂપિયા 5,50,000 હજાર નો ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો


તા .૨૯ / ૦૭ / ૨૦૨૨ ચોરીના ગુન્હામાં ગયેલ એસ.પી.એલ.એન.જી. છારા પ્રોજેક્ટ મટીરીયલનો સામાન તથા કોપરના કેબલ જેની કુલ કિ.રૂ .૫,૫૦,૦૦૦ તથા આરોપીને શોધી કાઢી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી કોડીનાર પોલીસ ટીમ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપ સિંહ પવાર સાહેબ તથા ગીર - સોમનાથ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ દ્વારા દ્વારા મિલ્કત સંબધીત ચોરીના અનડીટેકટ રહેલ ગુન્હા ડીટેકટ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.એમ.મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલ કાર્યવાહી મુજબ તા .૨૮ / ૦૭ / ૨૦૨૨ ના રોજ કોડીનાર પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૨૨૨૮૯૪ / ૨૦૨૨ આઇ.પી.સી. ક .૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે મુજબ કોડીનાર તાલુકાના છારા ગામે એસ.પી.એલ.એન.જી. છારા પ્રોજેક્ટનું નવનિર્માણનું કામ ચાલુ હોય , કોન્ટ્રાક્ટ કંપની ટોયોનો નિર્માણકાર્યમાં વપરાયેલ માલ - સામન જેમ કે કેબલ્સ , ગ્લેન્ડસ , જંકશન બોક્સ સ્મોલ પાઇપના ટુકડાઓ MCBCS , લાઇટીંગ , સ્મોલ સ્ટ્રકચર / પ્લેટ , પાઇપીંગ મટીરીયલ વગેરે જેવો સામાન જેની આશરે કિમત ગ઼ -૫,૦૦,૦૦૦ / - તથા અન્ય કોન્ટ્રાક્ટ કંપનીઓ એફકોન ટેન્કેજ , એફકોન જેટી , થાઇરોટરી વગેરેના કોપરના કેબલની જેની કિ.ગ઼ -૫૦,૦૦૦ / - મળી કુલ કિં.રૂ .૫,૫૦,૦૦૦ નો માલ - સામાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય , ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીને શોધી કાઢવા માટે પો.ઇન્સ . શ્રી એ.એમ.મકવાણા સાહેબના સુચના માર્ગદર્શન મુજબ કોડીનાર પો.સ્ટે . ડી - સ્ટાફ એ.એસ.આઇ. વિજયભાઇ વીરાભાઇ તથા ડી - સ્ટાફ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ . ડી.ડી.બારડ તથા લલીતભાઇ બાવકાભાઇ તથા વિપુલભાઇ હમીરભાઇ તથા રમેશભાઇ ભીમાભાઇ તથા વિજયભાઇ અરજણભાઇ તથા પો.કોન્સ . નંદીશભાઇ જેસીંગભાઇ તથા જગદીશભાઇ રામસીંગભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ તથા ક્રુપાલસિંહ અતુલસિંહ એ રીતના પોલીસ સ્ટાફ ચોર મુદામાલની વોચમા હતા . દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે , સદર ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ વેરાવળ બાયપાસ પાસે લક્ષ્મણભાઇ પરમારના બંગલાની બાજુમા આવેલ આરોપી નં . ( ૧ ) નફીસભાઇ ઇકબાલભાઇ હાલાઇ રહે.કોડીનાર વાળાના ભંગારના ડેલે આરોપી નં . ( ૨ ) ધુપાલભાઇ નારણભાઇ વાળા રહે.સરખડી તથા ( ૩ ) જગદીશભાઇ ભુપતભાઇ વાળા રહે.સરખડી વાળાઓ તાંબાનો વાયર ચોરેલ તે બાચકાં નંગ -૩ ભરી વેચવા આવેલ હોય , જેથી મજકુર આરોપીઓની સદરહુ તાંબાના વાયર બાબતે પુછપરછ કરતા કોઇ આધાર પુરાવા રજુ ન કરેલ હોય , અને શાપોરજી પાલોનજી કંપનીમાંથી સદરહુ કોપરનો વાયર ચોરી કરી વેચવા આવેલ હોવાનું જણાવેલ તેમજ ઉપરોક્ત ગુનાનો અન્ય મુદામાલ આરોપી નં . ( ૪ ) ઉત્તમભાઇ શશીકાંતભાઇ ચૌહાણ રહે.કણજોતર તા.સુત્રાપાડા વાળા પાસે હોવાનું ચૌક્કસ માહિતી આધારે પો.ઇન્સ . શ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા ડી - સ્ટાફ કર્મચારીઓ સાથે સદરહુ જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત ગુનામા ચોરી થયેલ નિર્માણકાર્યમા વપરાયેલ ગ્લેન્ડસ , જંકશન બોક્સ , સ્મોલ પાઇપના ટુકડાઓ , MCBCS , લાઇટીંગ , સ્મોલ સ્ટ્રકચર / પ્લેટ , પાઇપીંગ મટીરીયલ સદરહુ આરોપીના ઘરેથી મળી આવેલ જેથી તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ કિ.રૂ .૫,૫૦,૦૦૦ ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે .

આરોપીઓ ( ૧ ) નફીસભાઇ ઇકબાલભાઇ હાલાઇ રહે.કોડીનાર ( ૨ ) ધુપાલભાઇ નારણભાઇ વાળા રહે.સરખડી ( ૩ ) જગદીશભાઇ ભુપતભાઇ વાળા રહે.સરખડી ( ૪ ) ઉત્તમભાઇ શશીકાંતભાઇ ચૌહાણ રહે.કણજોતર

કામગીરી કરનાર કોડીનાર પો.સ્ટાફ શ્રી એ.એમ.મકવાણા પોલીસ ઇન્સપેક્ટર , ડી - સ્ટાફ ઇન્ચાર્જ HC ડી.ડી.બારડ તથા ASI વિજયભાઇ વીરાભાઇ HC લલીતભાઇ બાવકાભાઇ તથા વિપુલભાઇ હમીરભાઇ HC રમેશભાઇ ભીમાભાઇ તથા વિજયભાઇ અરજણભાઇ PC નંદીશભાઇ જેસીંગભાઇ તથા દિનેશભાઇ કાનાભાઇ PC જગદીશભાઇ રામસીંગભાઇ તથા ક્રુપાલસિંહ અતુલસિંહ વગેરે ની પ્રશંશનીય કામગીરી ને લોકોએ બિરદાવી

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]