X*પ્રભુતામાં ડગ માંડતી દિકરીઓ માટે કુંવરબાઇનું મામેરુ યોજના આશિર્વાદ સમાન બની* *જિલ્લામાં કુલ ૪૨૦ દિકરીઓને રૂ.૪૫ લાખથી વધુની સહાય ચૂકવાઇ* - At This Time

X*પ્રભુતામાં ડગ માંડતી દિકરીઓ માટે કુંવરબાઇનું મામેરુ યોજના આશિર્વાદ સમાન બની* *જિલ્લામાં કુલ ૪૨૦ દિકરીઓને રૂ.૪૫ લાખથી વધુની સહાય ચૂકવાઇ*


X*પ્રભુતામાં ડગ માંડતી દિકરીઓ માટે કુંવરબાઇનું મામેરુ યોજના આશિર્વાદ સમાન બની*
*******
*જિલ્લામાં કુલ ૪૨૦ દિકરીઓને રૂ.૪૫ લાખથી વધુની સહાય ચૂકવાઇ*
********
ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારો તથા દિકરીઓના કલ્યાણ માટે સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રભુતામાં ડગ માંડતી દિકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના આશીર્વાદ સમાન છે.
સાબરકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિની કન્યાઓને વર્ષ ૨૦૨૨/૨૩ દરમિયાન રૂ.૩૫.૩૬ લાખની કુલ ૨૯૯ નવ વિવાહિત દિકરીઓને કુંવરબાઇનું મામેરુ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તેમજ અનુ.જનજાતિની કુલ ૧૨૧ કન્યાઓને રૂ. ૯.૬૮ લાખની સહાય આપવામાં આવી છે. આમ કુલ ૪૨૦ દિકરીઓને રૂ. ૪૫ લાખથી વધુની સહાય ચૂકવાઇ છે. રાજયમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં દીકરીના લગ્ન સમયે આર્થિક મદદ થવાના ભાગરૂપે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના થકી દિકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળલગ્ન અટકે આ હેતુથી અમલી બનાવવામાં આવી છે.
આ યોજના એસ.સી, ઓ.બી.સી તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂ. ૧૨૦૦૦/- નો લાભા આપવામાં આવે છે. એક પરિવારમાં બે પુખ્તવયની દિકરીના લગ્ન માટે આ લાભ મળવાપાત્ર છે. લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળી શકે છે. કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં આ યોજના માટે એપ્યાય કરવાનું હોય છે. સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મળવાપાત્ર થાય છે. કુંવરબાઇનું મામેરુ યોજનામાં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.