વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો ને પડ્યાં પર પાટું સમાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/g6bbmygtynkemolm/" left="-10"]

વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો ને પડ્યાં પર પાટું સમાન


*વાવાઝોડા સાથે કમોસમી વરસાદ માવઠું થતાં ઉભા પાકમાં નુકસાન જોતાં જગતતાત રાતાં આંસુ એ રડ્યાં*

*મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ વળતર ચુકવવા માંગ*

સુરેન્દ્રનગર જિલ્લામાં ગ‌ઈકાલે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ માવઠું ખાબકતાં ખેડૂતો ની મહેનત ઉપર પાણી ફરી વળ્યા હતા અને રીતસર જગતતાત રાતાં આંસુ એ રડ્યાં અને પાકનો મોંમાં આવેલો કોળીયો છીનવાઇ ગયો હતો સરલા નાં ખેડૂત ગણપત ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે હાલ જીરું વરીયાળી ઘં‌ઉ રાયડો ધાણા જેવાં પાક તૈયાર થ‌ઈ ગયાં હતાં અને પાક તૈયાર થ‌ઈ રહ્યા હતા ત્યારે જ અચાનક માવઠું સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને અમુક જગ્યાએ કરા સાથે વરસાદ કમોસમી પડ્યો હતો જેમાં ખેડૂતો ને મોટી નુકસાની વેઠવી પડશે અને ખેડ,ખાતર,દવા, બિયારણ અને મજુરી સાથે ટ્રેકટર ડીઝલ નો બોજ સહન કરવાનો વારો કીશાનો ને આવી પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કીશાન કોંગ્રેસ ચેરમેન કરપડા એ જણાવ્યું હતું કે કુદરત કીશાનો ઉપર રૂઠ્યો છે પરંતુ ગુજરાત સરકાર પણ રુઠી હોય તેવું વર્તન છેલ્લા ત્રણ વર્ષથી જોઇએ છીએ સાથે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ આજદિન સુધી કોઈ વળતર ચુકવવા માં આવેલ નથી હાલ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ફક્ત ગુજરાતમાં બંધ છે તેનાં બદલે ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી કીશાન સહાય યોજના લાગુ કરવામાં આવી છે જેને છેલ્લા ત્રણ વર્ષથી ચાલુ છે પરંતુ કોઈ કુદરતી આપત્તિ માં ખેડૂતો ને વળતર આજદિન સુધી ચુકવવામાં આવેલ નથી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વે કામગીરી પણ કરવામાં આવતી નથી તો આ ખેડૂત ઉપર આવી પડેલ કુદરતી આપત્તિ માં સર્વે મુજબ મુખ્યમંત્રી કીશાન સહાય યોજના હેઠળ અથવા એસ.ડી.આર.એફ. મુજબ તાત્કાલિક અસરથી વળતર ચુકવી દેવામાં ડુબેલા જગતતાત ને ઉગારી લેવામાં આવે

(બોક્ષ--)

"માવઠા નો માર"

કંઈક અરમાનોને ભરખી ગ્યો ભલા ભગવાન થઈ,
સાવ આવુ હોય નહી સૃષ્ટી તણા આધાર થઈ,

વ્યાજના વખ ખાઈ ખેડુ પંડ પરસેવો પાડતો,
રાત'દી જોયા વગર ઈ હાડ ને ઓગળતો,
તાત ના ઈ તાત નો નાતો નિભાવી શક્યો નઈ,
સાવ આવુ હોય નહી સૃષ્ટી તણા આધાર થઈ,

કોઈ દિકરી નું ગવનને મંગળ મામેરું મર્યું,
કોઈ લાખ આશા લઈને બેઠેલાનું મીંઢળ આજ ખર્યું,
લાખ ક્રોડો હૈયામાં ધરબ્યા ઈ વાતો વઈ ગઈ,
સાવ આવુ હોય નહી સૃષ્ટી તણા આધાર થઈ,

"શંકર" સવાલો ક્રોડ ઉઠે શંકર તુજ અસ્તિત્વ પર,
અમ અસ્તિત્વ ના રહ્યું આ ઝાળ ની ઝરમર પર,
એક તો ઓલ્યાએ માર્યા દાઝયા ઉપર ડામ દઈ,
સાવ આવુ હોય નહી સૃષ્ટી તણા આધાર થઈ,

રચના- શંકરસિંહ સિંધવ

*રામકુભાઈ કરપડા મુળી*
9825547085


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]