જિલ્લામાં ખાતરની તંગીથી ખેડૂતોને રઝળપાટ
મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુરિયા ખાતરની અછત ઉભી થવાના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહયા છે. રવિ સીઝનના ટાણે ખેડૂતો ખેતીકામ પડતા મુકીને યુરીયા ખાતર લેવા સવારથી લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હોય છે. અત્યારે રવિ પાકમાં યુરિયા ખાતરની સૌથી વધુ જરૂર હોય છે. ત્યારે તાલુકા મથકે ખાતરનો પુરતો જથ્થો નહી હોવાથી ખેડૂતોને રઝળપાટ કરવાની નોબત આવી છે.
રવિ સીઝનમાં સારો મોલ મેળવાની અપેક્ષા સાથે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર વિયારણો લાવી વિવિધ પાકોનું વાવેતર કરેલ છે.જેમાં ઘઉં ,મકાઈ ચણા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કરેલ છે. વાવેતરનું ઉત્પાદન વધારવા માટે અત્યારે યુરિયા ખાતરની જરૂરીયાત ઉભી થઈ છે. પરંતુ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ખાતરની અછત વર્તાઈ છે. કેટલાક દિવસોથી પુરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહિ હોવાથી રોજ તાલુકા મથકે ખાતર ડેપો આગળ ખેડૂતો ખાતર મેળવવા વહેલી સવારથી લાઈનો લાગે છે.શનિવાર સવારે મલેકપુરમા યુરીયા ખાતર આવતા જ ખાતર ડેપો આગળ વહેલી સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે આવી પહોંચ્યા હતા. અને ખેડૂતો લાઈનમાં કલાકો સુધી ઉભા રહે છે ત્યારે એક થેલી ખાતર મળે છે. ખાતર ડેપોમાં એક ગાડી ખાતર આવે છે અને ખેડૂતો મોટી સંખ્યામાં હોવાથી ખાતર ન મળતાં રઝળપાટ કરવો પડે છે. મહિલાઓ પણ ઘરનું કામકાજ મૂકી વહેલી સવારે ખાતર લેવા લાઈનમાં ઉભી રહે છે. આમ રવિ સીઝનમાં જ યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. જેથી પુરતો ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી ખેડૂતોએ માંગણી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.