વાટાવચ્છ મોડેલ સ્કૂલ માં તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાયો - At This Time

વાટાવચ્છ મોડેલ સ્કૂલ માં તાલુકા વિકાસ અધિકારી દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાયો


સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાની મોડેલ સ્કૂલ વાટાવચછમાં આચાર્ય આઈ.એચ. બંગલાવાલા ના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નું આયોજન થયું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી મનહરસિંહ સોલંકી, સી.આર.સી વિનોદભાઈ કે. સાપરા અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 9 અને 11 માં પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે પ્રવેશ અપાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને વિવિધ સ્પર્ધા માંથી નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક મિત્ર ખલીફા મહિયોદીનભાઇ, કુરિયા રણજીતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આઈ. એચ.બંગલાવાળાએ આભાર વિધિ કર્યા બાદ શાળામાં વૃક્ષારોપણ નીપુણ ભારત કાર્યક્રમ નિર્દેશ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image