સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાનો ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિન’ની ઉજવણીનો પ્રારંભ કરાવતા ઈન્ચાર્જ કલેકટર
સશસ્ત્ર સેના ધ્વજ દિનના ભંડોળમાં ઝાલાવાડ વાસીઓને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ
સશસ્ત્ર સેના ધ્વજ દિન' નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં આજરોજ જિલ્લા પંચાયત ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ ધ્વજદિન ભંડોળમાં પોતાનો ફાળો આપીને જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મીડિયા કર્મીઓને સંબોધન કરતા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, સેનાના જવાનોના સાહસ, શૌર્ય, બલિદાનને યાદ કરી તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિન નિમિત્તે દેશના તમામ નાગરિકો સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની જવાબદારીને સમજી આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ભોમની રક્ષા કરતા સૈનિકો માટે ઉદાર હાથે યથા-યોગ્ય ભંડોળ આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકે છે જિલ્લાના સર્વે નાગરિકો, ઔદ્યોગિક એકમો, વેપારી સંગઠનો અને સમાજના તમામ વર્ગના લોકોને અપીલ કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સૈનિકોની રાષ્ટ્ર પરત્વેની સેવા અને બલિદાન યાદ કરીને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા સર્વે લોકોએ ઉદાર હાથે ફાળો આપવો જોઈએ. આ રકમ સૈનિક પરિવારોના વિકાસ અને ઉત્થાન માટેના કામોમાં વપરાય છે આથી તમામ લોકોએ આ કાર્યમાં સહભાગી બની પોતાની નૈતિક ફરજ બજાવવી જોઈએ આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ અધિકારી કર્નલ વિશાલ શર્મા (નિવૃત), અન્ય અધિકારીશ્રીઓ, કમાન્ડર, એનસીસીના કેડેટ્સ તેમજ મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે નોંધનીય છે કે, નાગરિકો “કલેકટર અને પ્રમુખ એએફએફડી ફંડ એકાઉન્ટ, સુરેન્દ્રનગરના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતા નંબર ૪૨૩૬૨૬૬૭૭૧૯ વાદીપરા બ્રાંચ, સુરેન્દ્રનગર (IFSC Code:SBIN0060101) માં ઘરે બેઠાં સીધા કોર બેંકીંગ/નેટ બેંકીંગ/પે ટીએમ/ગૂગલ પે/ભીમ એપ દ્વારા જમા કરાવી શકે છે નાગરિકો દ્વારા આપવામાં આવેલ ફાળાની સરકારી રસીદ આભાર પત્ર સાથે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રંભાબેન ટાઉન હોલ, હેડ પોસ્ટ ઓફીસ પાસે અજરામર ટાવર સામે, સુરેન્દ્રનગર- ૩૬૩૦૦૧ દ્વારા આપવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનો સંપર્ક કરી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.