પાટડીમાં ICDL કચેરી નવી બનાવવા મંજુરી મળ્યા છતા હજુ કામ શરૂ કરાયું નથી.
પાટડી શહેરમાં 30 અને ગ્રામ્યમાં 23 આંગણવાડી ભાડા પટ્ટે ચાલી રહી છે અને ખુદ આઇસીડીએસ કચેરી પણ જર્જરીત મકાનમાં ચાલી રહી છે વધુમાં આઇસીડીએસ કચેરી મંજૂર થવા છતા નવું બાંધકામ થયું નથી, આથી અંધેરી નગરીમા ગંડેરૂ રાજા જેવો ઘાટ સર્જાયો છે પાટડી સીડીપીઓ હંસાબેન પીઠવાના જણાવ્યા મુજબ દસાડા તાલુકામાં ઘટક 1 મા કુલ 99 આંગણવાડી આવેલી છે જેમા 30 આંગણવાડી કેન્દ્ર ભાડા પટ્ટે ચાલે છે અને ઘટક 2 મા 92 આંગણવાડી આવેલી છે, જેમાં 23 આંગણવાડી ભાડાપટ્ટે ચાલે છે આ ઉપરાંત પાટડી સીડીપીઓએ નવી આંગણવાડી નિર્માણ ખોરંભે થવાનુ કારણ જણાવતાં પાટડી શહેરમાં નગરપાલિકા વિસ્તાર હોવાથી જગ્યાના અભાવને કારણે ભાડા પટ્ટે આંગણવાડી ચલાવવામાં આવી રહી છે તથા સુરેલ ગામે 2018 થી નિર્માણ પામી રહેલુ આંગણવાડી કેન્દ્ર 5 વર્ષ વીતવા છતાં પૂર્ણ થયુ નથી તે બાબતે સીડીપીઓને પૂછતા તેમને મનરેગા યોજના હેઠળ આંગણવાડી નિર્માણ કાર્ય ચાલુ હોવાનું જણાવ્યું હતું તેમના અંડરમાં હજુ સુધી ન આવી હોવાનું જણાવ્યું હતું વધુમાં આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોના વાલીઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, આંગણવાડી કેન્દ્રમાં લાઈટનો પણ અભાવ છે ઉપરાંત પાણીની પણ સમસ્યા છે પાટડી શહેરમાં આંગણવાડી ભાડા પેટે રાખવા માટે માત્ર એક હજાર રૂપિયા ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે જેના કારણે નાના મકાન માંડ મળી રહ્યા છે અને વીજળી પણ નથી મળી રહી વધુમાં વિગતો એવી પ્રાપ્ત થઈ રહી છે કે સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ભાડા પેટે આંગણવાડી ચલાવવા માટે માસિક રૂ. 6,000 અને પંચાયત વિસ્તારમાં રૂ. 2,000 ભાડુ ચૂકવવા માટે પરિપત્ર થયો હોવા છતાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલુ ભાડુ ચૂકવવામાં આવતું નથી અને માત્ર રૂ.1,000 ભાડુ ચૂકવવામાં આવી રહ્યું છે તેવા ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.