ગઢડા તાલુકાના જલાલપુર ગામે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા - At This Time

ગઢડા તાલુકાના જલાલપુર ગામે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા


*ગઢડાના જલાલપુર ગામે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા.નાની બાળાઓએ ભારતમાતાના વેશમાં આપ્યો ગ્રામલોકોને દેશભક્તિનો સંદેશ,

સ્વાતંત્ર્ય મહાપર્વ 2024 અંતર્ગત હાલ સમગ્ર બોટાદ જિલ્લામાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ભવ્ય રેલી તેમજ તિરંગા લહેરાવીને હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનાં જલાલપુર ગામે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સમસ્ત ગ્રામ લોકો ઉત્સાહભેર જોડાયા હતાં. ખાસ કરીને નાની બાળાઓ દ્વારા ભારતમાતાનો પોષાક પહેરીને ગ્રામલોકોને દેશભક્તિનો સંદેશો આપવામાં આવ્યો હતો. તિરંગા યાત્રા જલાલપુર ગામના મુખ્યમાર્ગો પર થઈને તમામ રસ્તાઓ પર નિકળી હતી. સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાન ‘હર ઘર તિરંગા’માં સૌ કોઈ ભાગ લઈ રહ્યા છે. દેશ પ્રત્યે પોતાના ભાવ પ્રગટ કરી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image