ગાંધીધામ નગરપાલિકા એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા બસની વ્યવસ્થાઓ ઉભી કરે નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ નથી અને અંતિમ યાત્રા બસ પણ નથી
કચ્છના ગાંધીધામમાં ગાંધીધામ નગરપાલિકા એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા બસની વ્યવસ્થાઓ ઉભી કરે
નગરપાલિકા પાસે એમ્બ્યુલન્સ નથી અને અંતિમ યાત્રા બસ પણ નથી કરોડો રૂપિયા વેડફે છે તો આવી વ્યવસ્થાઓ કરે ગાંધીધામ આદિપુર જોડીયા શહેરોમાં નગરપાલિકાનું શાસન છે અને ભાજપની બોડી છે વર્ષોથી નગરપાલિકાએ શહેરીજનો માટે એમ્બ્યુલન્સની કોઈ વ્યવસ્થા કરી નથી તો અંતિમયાત્રા બસ પણ નથી હાલે ગાંધીધામમાં સેવા ભાવિ સંસ્થાઓ એનજીઓ દ્વારા અંતિમ યાત્રા બસની મફત સેવા આપવામાં આવી રહી છે સીધા ગુજરાત સરકારના નેજા હેઠળની સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ગાંધીધામ નગરપાલિકા દ્વારા આવી કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી નથી
ગાંધીધામ નગરપાલિકામાં વર્ષોથી ભાજપ શાસન કરે છે કરોડો રૂપિયા વેડફી નાખવામાં આવે છે ટકાવારીનો ખેલ ખેલાય છે શહેરમાં એક પણ વ્યવસ્થા લોકોને સુવિધા આપતી નથી લોકો માટે મુસીબતો ઊભી કરે છે કરોડો રૂપિયાની બરબાદી કરે છે છતાં ગાંધીધામ નગરપાલિકા પાસે શહેરીજનોની સેવા માટે એક પણ એમ્બ્યુલન્સ નથી અગાઉ જે એમ્બ્યુલન્સ હતી તેને ભંગાર બનાવી નાખવામાં આવી હતી અને તેને ભંગારમાં વેચી મારી છે તે પછી કોઈ નવી એમ્બ્યુલન્સ લીધી નથી જેના કારણે શહેરીજનોને આપાતકાલીન પરિસ્થિતિ હોય એટલે કે ઈમરજન્સીમાં કચ્છથી બહાર સારવાર માટે જવું હોય તો ખાનગી એમ્બ્યુલન્સ નો સહારો લેવો પડે છે અને તેમાં હજારો હજારો રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે ને લોકો હેરાન થાય છે પરેશાન થાય છે તેમ છતાં નગરપાલિકા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરતી નથી
ખરેખર તો ગાંધીધામ નગરપાલિકાએ બે થી ત્રણ એમ્બ્યુલન્સ રાખવી જોઈએ તેના બદલે એક પણ એમ્બ્યુલન્સ નથી તો બીજી તરફ ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો માટે એક અંતિમ યાત્રા બસ હોવી જોઈએ પણ આવી અંતિમયાત્રા બસની સુવિધા નગરપાલિકા રાખતી નથી જેના કારણે સેવાભાવી સંસ્થાઓ એનજીઓ દ્વારા આ અંતિમયાત્રા બસની સેવા આપવામાં આવી રહી છે નગરપાલિકા મોટા મોટા વિકાસની વાતો કરે છે પરંતુ આવી એક બસની પણ વ્યવસ્થા કરી શકતી નથી જેથી કોંગ્રેસ દ્વારા ગાંધીધામ નગરપાલિકા શહેરેજોનો માટે બે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરે અને એક અંતિમ યાત્રા બસની વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી રહી છે એવું લતીફ ખલિફા ચેરમેન કરછ જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.