શુક્રવારના રોજ ભીમડાદ સરકારી પ્રાથમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવળી કાર્ય ક્રમ યોજાયો - At This Time

શુક્રવારના રોજ ભીમડાદ સરકારી પ્રાથમિક અને ઉચ્ચમાધ્યમિક શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવળી કાર્ય ક્રમ યોજાયો


કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજ રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા - ભીમડાદ માં મુખ્ય મહેમાન તરીકે ગઢડા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પ્રેરકભાઈ પટેલ અને ટાટમ ક્લસ્ટર સી.આર.સી.સાહેબ દીપકભાઈ દવે , વિશિષ્ટ શિક્ષક પાયલ બેન જોશી , તાલુકા સદસ્ય શ્રી પરેશભાઈ બાવળિયા ઉપરાંત ગામના આગેવાન એવા અજીતભાઈ ચૌહાણ , રણજીતસિંહ પરમાર , વખતસંગ પરમાર , રસિકભાઈ કટેશિયા તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજનો સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો . આંગણવાડી, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, ઉપરાંત ધોરણ : 10માં પ્રથમ નંબર મેળવેલ પરમાર જાનવીબેન (89.33%) અને તૃતીય નંબર મેળવેલ પરમાર દ્રષ્ટિબેન (85.33%) , જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ઇનામથી પ્રોત્સાહિત કરવા માં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.