દહેગામ ઇસનપુર પાસે રસ્તા પર નીલગાય આવી જતા બાઈકચાલકે બ્રેક મારતા મહિલા નું નીચે પટકાતા મોત - At This Time

દહેગામ ઇસનપુર પાસે રસ્તા પર નીલગાય આવી જતા બાઈકચાલકે બ્રેક મારતા મહિલા નું નીચે પટકાતા મોત


દહેગામ ના ઇસનપુર ડોડીયા ગામની સીમમાં રસ્તા પર જતા બાઈક ચાલક સામે અચાનક નીલગાય આવી જતા બાઈક ચાલકે બ્રેક મારતા બાઈક પાછળ બેઠેલ મહિલા નીચે પટકાતા આ મહિલા ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે. માહિતી મુજબ દહેગામ ના ઇસનપુર ડોડીયા ના વખતસિંહ સોલન્કી ની ફરિયાદ મુજબ તેમની બહેન અમરતબેન અને બનેવી દિલીપસિંહ કાળુસિંહ ઝાલા જેઓ રહે જળાવત મહેમદાવાદ ખેડા છે જેઓ ઇસનપુર ડોડીયા થી બહિયલ ના બારોટ ના કુવા જતા રસ્તા માં એકદમ ખેતરમાંથી નીલગાય આવી જતા બાઈક ને બ્રેક મારતા અચાનક અમરતબેન બાઈક ઉપર થી નીચે પટકાયા હતા જેથી તેમને કાનમાંથી લોહી નીકળતા તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. , , એટ ધીસ ટાઈમ ન્યૂઝ દહેગામ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon