ભાભર ના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતના VCE હડતાલ પર લોકો ને હાલાકી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fzpdpdevzxt6niuc/" left="-10"]

ભાભર ના ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતના VCE હડતાલ પર લોકો ને હાલાકી


ગ્રામ પંચાયતના
કોમ્પ્યુટર સાહસીકો પણ વેતન વધારો અને સરકારી નોકરીમાં દરજા સાથે વીસીઈ હડતાલ પર ઉતરેલા હોય લોકોને ગ્રામીણ કક્ષાએ દાખલા ઉતારા મેળવવા ભારે રઝળપાટ કરવાની ફરજ પડી છે ભાભર તાલુકા ની વિવિધ ગ્રામ પંચાયતોમાં કમિશન પ્રથાથી કામ કરતા કોમ્પ્યુટર સાહસિકો કમીશન પ્રથા નાબૂદ કરી તેમને સરકારી કર્મચારીને મળતા લાભો સહિતની માગો ને લઈને આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા હોય અને આંદોલનને એક માસ ઉપરાંત જેટલો સમય વિતતા ગ્રામીણ વિસ્તારના લોકોને બાળકોને શિષ્યવૃતિ માટે આવકના દાખલા ખેડૂતોને મગફળી માટે રજીસ્ટ્રેશન રેશનકાર્ડની કામગીરી વિધવા સહાયકને જન્મ મરણના દાખલા માટે લોકોને ભારે રઝળપાટ કરવી પડી રહી છે જોકે વીસીઈઓની હડતાલને લઈ છેલ્લા કેટલા દિવસોથી ગ્રામીણ સેવાઓ ખોવાઈ જતા લોકો ભાભર તાલુકા પંચાયત ખાતે ભાડાં ખર્ચી ને આવવાં મજબુર બન્યા છે જે વિવિધ દાખલાઓ ગ્રામ પંચાયત માંથી મળતા હતા તે ના મળતા હાલાકી નો સામનો કરી રહ્યા છે અને તલાટીઓ ને ત્રણ થી ચાર ગામોનો ચાજૅ હોવાથી તલાટીઓ ગ્રામ પંચાયત માં હાજર રહી શકતા નથી ત્યારે ના છુટકે લોકોને ભાભર તાલુકા પંચાયત ના ધક્કા ખાઈ ને દાખલાઓ લેવા આવું પડે છે આ હડતાલનો ક્યારેય અંત આવે છે તેની આર્થિકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે

પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]