એઈમ્સના કોન્ટ્રાકટરની દાદાગીરી: લેબર કામના રૂ.10.70 લાખ ન ચૂકવી મારી નાખવાની ધમકી આપી - At This Time

એઈમ્સના કોન્ટ્રાકટરની દાદાગીરી: લેબર કામના રૂ.10.70 લાખ ન ચૂકવી મારી નાખવાની ધમકી આપી


રાજકોટ એઈમ્સના બાંધકામ કોન્ટ્રાકટરની દાદાગીરી સામે આવી છે. લેબર કામના રૂ.10.70 લાખ ન ચૂકવી લેબર કોન્ટ્રાકટરને મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
બનાવ અંગે મોરબીમાં રોહિદાસ પરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાછળ રહેતાં ધર્મેશભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તુષાર હરીશ રાવલ (રહે. નાગપુર, મહારાષ્ટ્ર) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે વર્ષ 2017 થી સિધ્ધી ક્ધટ્રકશન નામથી લેબર કોન્ટ્રાકટર તરીકે બાંધકામ, રોડ વિગેરેનુ કામ કરે છે. સપ્ટેમ્બર 2023 માં તેઓ તેના મિત્ર અને ધંધાનો ભાગીદાર રમેશભાઈ ઉર્ફે રામભાઇ વધોરા તથા માહી બીલ્ડકોન નામની કંપનીના માલિક તુષાર રાવલ સાથે મોટી ટાંકી ચોક પાસે આવેલ ચંદ્રમોલેશ્વર નામની ઓફિસ ખાતે મળેલ હતા. ત્યાં તુષાર રાવલે રાજકોટ એઇમ્સ હોસ્પિટલના કામ અંગે વાતચીત કરેલ હતી. આશરે 80 લાખનું બે લાખ સ્કવેર ફુટ જેટલુ વોલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સ (મારબલ) નું કામ હોવાનુ જણાવેલ હતુ.
આરોપીએ પોતાને રાજકોટ એઇમ્સ પાસેથી તમામ કામનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળેલ હોવાની વાત કરેલ હતી. જેથી બે લાખ સ્કવેર ફૂટ વોલ ટાઇલ્સ અને ફ્લોર ટાઇલ્સનુ કામ પેટા કોન્ટ્રાક્ટ ઉપર રાખવાની વાતચીત બાદ હા પાડેલ હતી. આ કામ રાખવા બાબતે આરોપીએ રૂ.50 હજાર આપવાથી વર્ક ઓર્ડર મળશે તેમ જણાવતા રૂપીયા તેમને મોકલી આપેલ હતાં.
બાદમાં માહી બીલ્ડકોનના લેટરપેડ વાળો વર્ક ઓર્ડર ગઇ તા.01/10/2023 ના વોટ્સએપ ઉપર મોકલી આપેલ હતો. દશેક દિવસ બાદ એઈમ્સ હોસ્પિટલમા રાખેલ કામ ચાલુ કરેલ હતુ. ઓક્ટોબર 2023 માં કરેલ કામનુ 18 ટકા જી.એસ.ટી. સાથેનુ પ્રથમ બીલ રૂ.4,68,221 નુ બનતુ હોય જે બીલ બનાવી તુષાર રાવલને તેમના મોબાઇલ નંબર પર વોટ્સએપથી મોકલી આપેલ હતુ.
ત્યારબાદ તુષાર રાવલ સાથે ફોનમાં વાતચીત થતા તેઓએ બીલના રૂપિયા તમારા બેંક ખાતામા આવી જશે તેમ વાત કરતા આગળનુ કામ ચાલુ રાખેલ હતુ. બાદમાં નવેમ્બર અને ડિસેમ્બર 2023 બે માસનુ પણ કામ કરેલ હતુ. બાદમાં તેમને ઓક્ટોબર માસનું બીલ એઇમ્સ હોસ્પિટલ દ્વારા 30 ટકા હોલ્ટ રાખી રૂ.2,41,513 મંજુર કરેલ હતુ. જેથી તા. 14/12/2023 ના બીલના રૂપિયા બાબતે ફોન કરી વાતચીત કરતા તે તા.15/12/2023 ન એઇમ્સ હોસ્પિટલ ખાતે આવશે તમે આવી જજો તેવી વાત કરેલ હતી.
તા.15 ના એઇમ્સ હોસ્પિટલ ખાતે કામ ચાલુમા હોય ત્યારે તેમના ધંધાના ભાગીદાર રમેશભાઈ ઉર્ફે રામભાઇ તુષારને એઇમ્સ હોસ્પિટલ ખાતે મળેલ હતા. ત્યારે બીલના રૂપિયા બાબતે વાતચીત કરતા જણાવેલ કે, તમારૂ રૂ. 4,68,221 વાળા બીલનો હિસાબ પુરો ચુકતે કરી આપુ છુ, તેમ જણાવતાં તેઓ એન.કે.જી.ની ઓફિસની બહાર ગ્રાઉન્ડમા બેઠા હતા ત્યારે આરોપી ત્યાં આવેલ અને બીલની વાતચીત કરતા જણાવેલ કે, તેઓએ એઇમ્સમા બીલ મુકી દિધેલ છે મંજુર થશે ત્યારે આપીશ તેવી લેબર મજુર કામ કરતા હોય તેઓને પણ સમયસર પગાર આપવાનો રહેશે, મારી પાસે મોટી મુડી નથી જેથી તમે મારા રૂપિયા મને આપો તો મારા મજુરને ચુકવી તમારૂ કામ પણ હું ચાલુ રાખીશ.
જેથી તે ઉશ્કેરાઈ જાતિપ્રત્યે અપમાન કરી ગાળો આપી મારો ડ્રાઇવર જેના વિરુધ્ધ ગંભીર ગુન્હા દાખલ થયેલ છે જેને હું એક ફોન કરીશ તો તમને એઇમ્સની બહાર નીકળવા નહિ દે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતાતે મને કહેલ કે, હું સી.જી.એમ. સાહેબ પાસે જઇ ધમકી આપો છો તે બાબતે તેઓને કહીશ કહેતાં ઉશ્કેરાયેલા આરોપીએ કહેલ કે, સી.જી.એમ. સાહેબનું આમા કાંઇ નહિ ચાલે અને તેને પણ કટકા કરાવી નાખીશ અને તારા જેવા કેટલાય આવ્યા અને ગયા હવે તને બીલ નથી આપવું તારાથી થાય તે કરી લેજે. તેમ કહી ત્યાંથી નીકળી ગયેલ હતો.

જેથી ફરિયાદીએ એઇમ્સમાં કરેલ કામના રૂ.15 લાખના બીલના રૂ.4.70 લાખ આરોપીએ આપી બાકીના રૂ.10.30 લાખ આપી કોન્ટ્રાકટરને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મારી નાંખવાની ધમકી આપતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.