જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ - At This Time

જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ


*જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ*
*************
સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાની અધ્યક્ષતામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધ વંચાણે લઈ નવીન સોનોગ્રાફી રજીસ્ટ્રેશન માટે આવેલ દરખાસ્તને બારીકાઇથી તપાસીને બે સોનોગ્રાફી રજીસ્ટ્રેશનની મંજુરી આપવામાં આવી હતી. તેમજ ચાર સોનોગ્રાફિ રીન્યુઅલની દરખાસ્તનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ચેરપર્સનશ્રી કુ કૌશલ્યા કુવરબાએ જણાવ્યુ હતુ કે જિલ્લામાં જાતિપ્રમાણ વધે તે માટે પીસી એન્ડ પીએન ડીટી કમિટિ થકી અવનવા પ્રયત્નો થાય એ અપેક્ષિત છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે ગામમાં જાતિપ્રમાણ દર વધુ હોય તે ગામને પ્રોત્સાહિત કરવું જેથી જિલ્લાના બીજા ગામોને પણ પ્રેરણા મળી રહે.

આ બેઠકમાં ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુવરબા અને સમગ્ર કમિટી દ્વારા માહિતી ખાતાના માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતા સુશ્રી શ્વેતાબેન પટેલને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય,નેશનલ બુક ટ્રષ્ટ અંતર્ગત પી.એમ યુવા મેન્ટોર સ્કિમમાં વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા,અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ચારણ,ગાયનેકોલોજીસ્ટશ્રી,સીવીલ હોસ્પિટલ,હિંમતનગર, પેથોલોજીસ્ટશ્રી તથા સંબંધિત અમલીકરણ અધિકારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
*****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.