આદીપુર મહેશ્વરી મેઘવાળ સમાજ તથા આદીપુર મહેશ્વરી મહિલા વીકાસ સમિતિ દ્વારા શ્રી અખિલ ભારત માતંગ મંડળના નવનિયુક્ત પ્રમુખ ધીરજ ડી માતંગ નું સન્માન કરવામાં આવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fyonrnsrhw8qyaj2/" left="-10"]

આદીપુર મહેશ્વરી મેઘવાળ સમાજ તથા આદીપુર મહેશ્વરી મહિલા વીકાસ સમિતિ દ્વારા શ્રી અખિલ ભારત માતંગ મંડળના નવનિયુક્ત પ્રમુખ ધીરજ ડી માતંગ નું સન્માન કરવામાં આવ્યું


આદિપુર: આજ રોજ આદીપુર મહેશ્વરી મેઘવાળ સમાજ તથા આદીપુર મહેશ્વરી મહિલા વીકાસ સમિતિ દ્વારા શ્રી અખિલ ભારત માતંગ મંડળ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ધીરજ દાદા માતંગ આદીપુર મહેશ્વરી સમાજ નું ગૌરવ તેમજ એમની સમિતિ નું સન્માન સમારંભ યોજવામાં આવેલ અને તમામ ઉપસ્થિત ધર્મગુરુઓ નું શાલ અને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે અખિલ ભારત માતંગ મંડળ વતી થી પ્રમુખ શ્રી ધીરજ દાદા માતંગ, ઉપ પ્રમુખ શ્રી નાગશી દાદા ઉપપ્રમુખ શ્રી ઓ ખીમજીભાઈ માતંગ, કિશોર ભાઈ મતિયા, શ્યામ ભાઈ માતંગ,નું સન્માન કરવામાં આવેલ.

આ પ્રસંગે ધીરજ દાદા માતંગ દ્વારા સમાજ માં ધર્મગુરુઓ ની આગેવાની હેઠળ મહેશ્વરી સમાજ માં બારમતી પંથ નું પ્રચાર પ્રસાર, ધ્રોક અને આચરણ ની સમજણ તેમજ સમાજ માં ભાઈચારો, એકતા વધે અને સમાજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખુબ આગળ વધે અને આગામી સમય માં અખિલ ભારત માતંગ મંડળ દ્વારા સમસ્ત ભારત માં વસતા મહેશ્વરી સમાજ માં દરેક તાલુકા અને જીલ્લા વાઇસ મીટીંગો નું આયોજન કરી અખિલ ભારત માતંગ મંડળ નું મજબૂત ઢાંચો તૈયાર કરી અને મહેશ્વરી સમાજ ની પ્રગતિ અને એકતા ના પ્રયાસ કરવામાં આવશે.

આ પ્રસંગે આદીપુર મહેશ્વરી સમાજ ના પ્રમુખ શ્રી બાબુભાઈ કે જંજક મહામંત્રી શ્રી શામજીભાઈ મગનભાઈ ધેડા ગોવિંદભાઈ વી ડોરૂ ઉપપ્રમુખ નરેશભાઈ મુરજીભાઈ રોશીયા ઉપપ્રમુખ નારાણભાઈ ભોજરાજ દેવરીયા, સહ ખજાનચી મોહનભાઈ શામજીભાઈ બળીયા મનીષભાઈ શામજીભાઈ પરમાર તથા આદીપુર મહેશ્વરી મહિલા વીકાસ સમિતિ ઉપપ્રમુખ રૂપાબેન દેવજીભાઈ ફુફલ સંગઠન મંત્રી પુરબાઈ કરશનભાઈ ડોરૂ કંચનબેન હરજીભાઇ ઉર્મિલાબેન ધનજીભાઈ ચુણા વગેરે જહેમત ઉઠાવી હતી.

અખિલ ભારત માતંગ મંડળ ના પ્રમુખ શ્રી દ્વારા શ્રી આદીપુર મહેશ્વરી મેઘવાળ સમાજ ના પ્રમુખ શ્રી બાબુભાઈ કે જંજક તેમજ સમસ્ત મહેશ્વરી સમાજ નું આભાર વ્યક્ત કરી અને પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ ની અસીમ કૃપા હંમેશા સમાજ ઉપર વર્ષે તેવા આશીર્વાદ આપેલ.

ધીરજ સિજુ-9137617143
કચ્છ બ્યુરોચીફ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]