ધોળકા સ્વામી નારાયણ મંદિર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત પ્રભુ વત્સલ બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે ભેટ હેતુ કીટ વિતરણ તેમજ સાયકલ ની ભેટ અર્પણ કરાઈ.
ધોળકા સ્વામી નારાયણ મંદિર તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત પ્રભુ વત્સલ બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે ભેટ હેતુ કીટ વિતરણ તેમજ સાયકલ ની ભેટ અર્પણ કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધોળકા સ્વામી નારાયણ મંદિર ખાતે ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત પ્રભુ વત્સલ બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે ભેટ હેતુ કીટ વિતરણ તેમજ સાયકલ ની ભેટ અર્પણ કરવામાં આવી.આ સાથે ધી ધોળકા ટીચર્સ કો. ઓ. ક્રેડિટ એન્ડ સપ્લાય સો.લી. ના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને સંસ્થાઓના કારોબારી સભ્યશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં શિક્ષક ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ ધારાસભ્ય શ્રી ધોળકા તથા શ્રી દિગપાલસિંહ ચુડાસમા સાહેબ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી તથા અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ખોડુભાઈ પઢિયાર તથા ધોળકા તાલુકા વિકાસ અધિકારી શ્રી બીપીનભાઈ પરમાર તેમજ ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ શ્રી અણદુભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર અને ઉમંગપૂર્વક ઉજવવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોળકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખશ્રી ડૉ. અશ્વિનકુમાર એમ. સોલંકી તથા મહામંત્રી શ્રી વિક્રમસિંહ પરમાર તેમજ ટીચર્સ મંડળીના સેક્રેટરી શ્રી પરેશભાઈ એમ. રાઠોડ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સાથે સાથે શિક્ષક ભાઈઓ અને બહેનોને મંડળી દ્વારા બેગ તેમજ પર્સ ની ભેટ આપી. ટીચર્સ મંડળી દ્વારા ધોળકા તાલુકાની તમામ શાળાઓને સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ઉપયોગી થઈ શકે તે હેતુ શાળા દીઠ ડસ્ટબીન ભેટ આપવામાં આવી હતી.
આમ સમગ્ર કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. સાચા અર્થમાં પ્રભુ વત્સલ બાળકોને નિસ્વાર્થ ભાવે ભેટ અર્પણ કરવામાં આવી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.