જસદણ ખાતે શ્રીનાથજી હવેલીમાં ભવ્ય છપ્પન ભોગ સહિતનો પંચવિધિ કાર્યક્રમ યોજાશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fxm8c86f4cx5wc4e/" left="-10"]

જસદણ ખાતે શ્રીનાથજી હવેલીમાં ભવ્ય છપ્પન ભોગ સહિતનો પંચવિધિ કાર્યક્રમ યોજાશે.


સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલીમાં તા. 22-1-2023 ને રવિવારે ભવ્ય છપ્પન ભોગ સહિતનો પંચવિધિ કાર્યક્રમ યોજાશે.

જસદણનાં છત્રી બજાર ખાતે શ્રીનાથજી હવેલીમાં સાંજે 6 કલાકથી રાત્રિના 10 કલાક સુધી છપ્પન ભોગ બડો મનોરથના ભવ્ય દર્શન યોજાશે. છપ્પનભોગ મનોરથના યજમાન મગનલાલ મગનજીભાઈ બાબરીયા પરિવારના હિંમતભાઈ, વાડીલાલભાઈ તથા ચંદ્રકાંતભાઈ બાબરીયા છે. યાર્ડ ખાતે સાંજે અંદાજે સાડા ત્રણ થી ચાર હજાર લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટી ભરતભાઈ ધારૈયા, ટ્રસ્ટી હસુભાઈ ગાંધી, ટ્રસ્ટી ભરતભાઈ જનાણી, ટ્રસ્ટી બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, ઉપપ્રમુખ કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ, સહમંત્રી સાગરભાઇ દોશી, ખજાનચી ચંદુભાઈ વડોદરિયા, આમંત્રિત ટ્રસ્ટી મંડળના અશોકભાઈ મહેતા, કિરીટભાઈ છાયાણી, અરવિંદભાઈ પાટડીયા, ચંદુભાઈ ગોટી, કિશોરભાઈ ગઢવી, રમેશભાઈ ગોલ્ડનચા, ડો. સંજયભાઈ સખીયા, વિજયભાઈ જે. રાઠોડ, નરેશભાઈ દરેડ, ધર્મેશભાઈ જીવાણી સહિતના હોદેદારો, કમિટી મેમ્બરોએ લોકોને છપ્પન ભોગ દર્શન, સમારોહ તેમજ ભોજન પ્રસાદ વગેરેનો લાભ લેવા અનુરોધ કર્યો છે. હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી દ્વારા ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવવાની તેમજ શ્રુંગાર કરવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમજ હવેલી કાર્યાલયમાં મેનેજર દિનેશભાઈ ચાવ દ્વારા હવેલી કાર્યાલયની કામગીરી કરવામાં આવશે.

ગાયત્રી મંદિર થી જુના માર્કેટિંગ યાર્ડ સુધીના શોભાયાત્રા ના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર અદ્યતન અને વિશાળ કલાત્મક કમાનરૂપી ગેઈટ સ્વાગત કરતા બેનરો વગેરેનું સુશોભન કરવામાં આવશે. હવેલીનું બિલ્ડીંગને લાઈટ ડેકોરેશન કરવામાં આવશે. શોભાયાત્રાના રૂટ ઉપર જુદા જુદા બે સ્થળોએ સરબત તથા કોલ્ડ્રિંક્સ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શોભાયાત્રા યાર્ડ ખાતે પહોંચ્યા બાદ ત્યાં પણ ચા - પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

શોભાયાત્રાના રૂટમાં વચ્ચે જુદા-જુદા બે સ્થળોએ જીવંત રાધા કૃષ્ણ તથા જીવંત શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ગોઠવવામાં આવશે. કાર્યક્રમને અનુરૂપ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જસદણમાં આવા ભવ્ય મહોત્સવને લઈને વૈષ્ણવ સમુદાય સહિત તમામ જ્ઞાતિ સમાજના ભાવિકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]