સિહોરના સામાજીક કાર્યકર (NGO),આગેવાન તેમજ વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર નો આજે જન્મદિવસ.
આજે સિહોર ના આગેવાન કાર્યકર (NGO), તેમજ વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર નો જન્મ દિવસ છે. હરીશભાઈ પવાર આજે આગેવાન કાર્યકર તરીકે પણ નોંધપાત્ર રહી છે. પત્રકાર તરીકે શંખનાદ ન્યુઝ ચેનલ તેમજ વિવિધ ઇલેક્ટ્રોનિક/પ્રિન્ટ મીડિયા માં પણ સેવા આપી રહ્યા છે. સામાજીક ક્ષેત્રે,તેમજ રાજકીય ક્ષેત્રે પદાધિકારીઓ,અધિકારીઓ અને સરકારી કચેરીઓ તેમજ સમાજીક સંસ્થાઓ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે, તેમજ શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે સારી એવી જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત પત્રકાર પરિષદ માં જેઓ ત્રણ જિલ્લા ભાવનગર,બોટાદ,તેમજ અમરેલી ના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે તેમજ સામાજીક ક્ષેત્રે આગવું નામ રહ્યું છે.ત્યારે કોરોના મહામારી સમયે ઉતમ કામગીરી ને લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર થી પણ સન્માનિત થયા છે.જેઓ સરકારશ્રી દ્વારા કોરોના મહામારી સમયે આરક્ષિત માટે વેક્સિન રસીકરણ સેવાઓ પૂરી પાડી હતી અને સતત ૫ થી વધુ કેમ્પ પોતાની સમાજ ની વાડી માં શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ ભરત મેમોરિયલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (NGO).ના સયુંકત ઉપક્રમે યોજાયેલા રસીકરણ કેમ્પ યોજાઇ શિહોર શહેરમાં સર્વશ્રેષ્ઠ કામગીરી ની નોંધ.ગુજરાત રાજ્ય ના આરોગ્ય વિભાગ ના લાયઝન, અધિકારી ડો.પાર્થ જાની,જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ,પાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ,સિહોર પ્રાંત અધિકારી.મામલતદારશ્રી, પાલીકા ચીફ ઓફિસર સહિત નાઓ એ બિરદાવી હતી.જેઓ સિહોર કોર્ટ ના સિનિયર PLV મેમ્બર તરીકે રહી સિહોર ના સ્લમ વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં અનેક કાનૂની શિબિર માં માર્ગદર્શન સેવાઓ આપેલ,એશિયા ની નામાંકીત હોસ્પિટલ એવી સિહોર ની (જીથરી)અમરગઢ હોસ્પિટલ માં કમિટી મેમ્બર ગુજરાત રાજ્ય ની સર્વશ્રેષ્ઠ સામાજીક સંસ્થામાં ની એક એવી ભરત મેમોરિયલએન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (NGO)માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે,તેમજ "રકતદાતા" તરીકે સિહોર નું ગૌરવ સમાન જેઓ એ સિહોર તાલુકાના વિક્રમી રક્તદાતા તરીકે આજ સુધી 82 વખત રકતદાન કરી ચૂક્યા છે.ત્યારે વિવિધ સામાજીક સંસ્થાઓ.તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા 50 થી વધુ રક્તદાન કરનાર સન્માન કાર્યક્રમ માં સિહોર ના ગૌરવ સમાન હરીશભાઈ પવારનું સર્વશ્રેષ્ઠ રકતદાતા તરીકે સિહોર પ્રંતાધિકરી,મામલતદાર શ્રી સહિતના ઓ વરદ હસ્તે પ્રમાણપત્ર સાથે સન્માનિત થયેલ તાજેતર માં ભાવનગર ગ્રામ્ય વિસ્તાર ના ધારાસભ્ય એવમ રાજ્ય સરકાર ના પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી ના સુપુત્ર તેમજ ધારાસભ્ય ના પ્રતિનિધિ શ્રી દિવ્યેશભાઈ સોલંકી ના જન્મદિન નિમિતે ભાવનગર ના મેઘાણી મેમોરિયલ હોલ ખાતે સર્વશ્રેષ્ઠ સામાજીક કાર્યકર તરીકે તેમજ બેસ્ટ પત્રકાર તરીકે નું સન્માન કરવામાં આવેલ તેમજ રાજયકક્ષા ના પૂર્વ મંત્રી પરસોતમભાઈ સોલંકી સહિત,રાજકીય આગેવાનો મહાનુભાવો,160 ગ્રામ્ય ના આગેવાનો તેમજ હજારો ની મેદની ઓની ઉપસ્થિતી માં સ્ટેજ ઉપર સ્પીચ આપવાનો સુવર્ણતક મળેલ. હરીશભાઈ પવાર એટલે નીડર,બાહોશ, સ્પષ્ટ વક્તા ,પત્રકાર ક્ષેત્રે ભાવનગર જિલ્લા માં ગુજતું નામ એટલે હરીશ પવાર "દાદા"એટલે ગરીબો ના માણસ કહેવાય છે.ગરીબ , ગુરબા અને સામાન્ય માણસનું કોઈ પણ નાનું મોટું કામ સરકારી કચેરીઓ હોય કે હોસ્પિટલ હોય કોઈ કામ અટકે અને હરીશભાઈ પવાર નો સંપર્ક સાધો એટલે મદદે દોડી આવે જરૂરિયાત મંદ દર્દી ઓ ને બ્લડ ની જરૂરી હોય ત્યારે બ્લડ માટે સતત 24×7 નિરંતર સેવા ચાલુ જ હોય છે.અને એક ફોન થી કામ સરળ કરી આપે છે,આ પ્રકારના લોકો ના દીલ માં સ્થાન અંકિત કરનાર હરીશ પવાર પત્રકાર તરીકે પણ સિહોર પંથક માં "વનમેન શો" સાબીત થયા છે, ત્યારે તેમના આજ રોજ તા.8/8/22 સોમવાર એટલે શ્રાવણ માસ નો પવિત્ર દિવસ મહાદેવ નો વાર એટલે સોમવાર ના રોજ જન્મદિવસ હરીશભાઈ પવાર નો હોય તો આવો આપને સૌ સાથે મળી જન્મદિવસ ની મો.ન 9327642820ઉપર કોલ કરી શુભેચ્છા પાઠવીએ.. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.