માલપુરીયા બારા ચોરાશી વાળંદ ગોળ દ્વારા ઇનામ વિતરણ અને પાંચમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. - At This Time

માલપુરીયા બારા ચોરાશી વાળંદ ગોળ દ્વારા ઇનામ વિતરણ અને પાંચમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.


લિંબચધામ મંદિર મેઘરજ મુકામે વાળંદ જ્ઞાતિ દ્વારા સમય અને આર્થિક બચત માટે સામુહિક રીતે એના ઈનામ વિતરણ અને પાટોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવ્યો, આ કાર્યક્રમના દાતાશ્રી અશ્વિનભાઈ લાલાભાઇ વાળંદ ઈપલોડા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં કે.જી.1 થી લઇ એન્જિનિયર, મેડિકલ સુધી પ્રવેશ મેળવેલ તમામ તેજસ્વી તારલાઓને ટ્રોફી અને નોટબૂક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. માલપુરીયા બારા ચોરાસી ગોળના પ્રમુખશ્રી મિનેશભાઈ વાળંદ દ્વારા સમાજનું કાર્ય તથા સમાજ માટે કેવી રીતે ઉપયોગી થઇ શકાય,અને બાળકોના શિક્ષણ પર વધુ ભાર મૂક્યો હતો. અને વાલીઓને પોતાના બાળકો શિક્ષણમાં વધુ કાળજે રાખે તેવું જણાવ્યું હતું.આ કાર્યક્રમનું સંચાલન ખજાનચી હર્ષદભાઈ વાળંદ અને સુનિલભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાળંદ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયો હતો. અને સહભાગી થયા હતા.અને ઇનામ વિતરણ અને પાટોત્સવને સફળ બનાવ્યો હતો.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image