સી.એન.જી પંપના ધારકો ૩ માર્ચે હડતાળ પર ઉતરશે ફેડરેશન ઓફ ગુજરાતે હડતાળની જાહેરાત કરી - At This Time

સી.એન.જી પંપના ધારકો ૩ માર્ચે હડતાળ પર ઉતરશે ફેડરેશન ઓફ ગુજરાતે હડતાળની જાહેરાત કરી


સી.એન.જી પંપના ધારકો ૩ માર્ચે હડતાળ પર ઉતરશે
ફેડરેશન ઓફ ગુજરાતે હડતાળની જાહેરાત કરી
ગુજરાત રાજ્યના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. જેમા સર્વાનુમતે તા. ૦૩.૦૩.૨૦૨૩ને શુક્રવારે સવારે ૦૭ કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. CNGના વેચાણ માટેનુ ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહિનાથી વધ્યુ નથી. જેના માટે પત્રો, અનેક મિટીંગો કરી પરંતુ સરકાર તરફથી તેનું કોઈ પરિણામ ન આવતા આ નિર્ણય લેવાયો છે. ૩ માર્ચથી CNG વેચાણ બંધ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાતે આ હડતાળની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો ૩ માર્ચે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે

જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માંગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

FGPDA (ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન)ના તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે લખ્યું છે કે, CNG ડીલર માર્જીન છેલ્લા ૫૫ મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યું નથી માટે ગુજરાચ રાજ્યના તમામ CNG ડીલરોએ તા.૩-૩-૨૦૨૩ને શુક્રવારે સવારે ૭ કલાકથી CNGનું વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. જેમાં એક નોધ પણ લખેલી છે કે,ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જોડાયા છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon