જસદણ બેઠક પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો યોગ્યતાના ધોરણે ઈતર સમાજને ટિકિટ આપે - At This Time

જસદણ બેઠક પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો યોગ્યતાના ધોરણે ઈતર સમાજને ટિકિટ આપે


જસદણ બેઠક પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો યોગ્યતાના ધોરણે ઈતર સમાજને ટિકિટ આપે

જસદણ વીંછિયા બેઠકની આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષો જ્ઞાતી જાતિના ધોરણે નહી પરંતુ જે સમાજમાં બહુધા વસ્તીને ધ્યાનમાં નહી લઈ અન્ય થોડી વસ્તી ધરાવતાં સમાજના યોગ્ય ઉમેદવારને ટિકીટ આપે એવી મુહિમ સોશ્યલ મીડિયામાં ચાલતી હોવાથી સ્થાનિક રાજકારણમાં ભારે ધમસાણ મચી જવા પામી છે જસદણમાં દર ચૂંટણીઓમાં રાજકીય પક્ષો જે સમાજની વધું વસ્તી હોય એ ધોરણે ટિકિટ ફાળવતાં હોય છે પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિવિઘ રાજકીય પક્ષો ઈતર સમાજમાંથી યોગ્ય ઉમેદવારોને ટીકીટ આપી પોતાની યોગ્યતા પુરવાર કરે એવી માંગણી સોશ્યલ મીડિયામાં થતાં આ અંગે હલચલ મચી જવાં પામેલ છે
ભૂતકાળમાં અન્ય સમાજમાંથી સ્વ શિવરાજકુમાર ખાચર, સ્વ અમરાબાપુ પટગીર, સ્વ ભીખાભાઈ મચ્છર, સ્વ બાબુલાલ ભટ્ટ, સ્વ અકબરભાઈ જસદણવાળા, સ્વ પ્રભાતગીરી ગોસાઈ, સ્વ મહાદેવભાઈ ચાવ, સ્વ ઇસ્માઇલભાઇ પરમાર, સ્વ ભીમબાપુ ધાધલ, સ્વ કલ્યાણભાઈ મંડીર, સ્વ મણીબેન કોલસાવાળા, સ્વ ભાસ્કરભાઈ થડેશ્વર સ્વ સાલેભાઈ કથીરી સહિતના આગેવાનો ઈતર સમાજમાંથી વિવિઘ રાજકીય પક્ષો સાથે સંકળાય પ્રજા સાથે જીવંત સંપર્ક ધરાવતાં હતાં આજે પણ એમની પેઢીઓના યુવાનો પણ કોઈને કોઈ રીતે સેવા કાર્યોથી જોડાયેલાં છે મહત્વની વાત એ છે કે ઉપરોક્ત ઈતર સમાજમાંથી સદ્દગતો મહત્વના હોદ્દા પર રહ્યાં હોવાં છતાં તેમણે કોઈ અભિમાન રાખ્યા વગર પોતાનું ફોકસ લોકોના કામ અંગે જ રાખ્યું હોય એટલે વર્ષો પછી આજની પેઢીના માનસ પર છે જસદણ પંથકમા અનેક ચૂંટણી આવી અને ગઈ પણ મોટા ભાગના રાજકીય પક્ષોના આગેવાનોએ જે સમાજની વધું વસ્તી છે તેને જ ટિકિટ આપી છે અન્ય નાનાં સમાજ તરફ ટીકીટ દેવામાં ધ્યાન આપ્યું નથી ફ્કત ને ફ્કત તેમનાં મતનો જ વિચાર કર્યો હોવાથી સોશ્યલ મીડિયામાં ભારે ધમસાણ મચી છે ત્યારે આવનારા દિવસોમા રાજકીય પક્ષો કેવો વ્યૂહ અપનાવે છે અને ઈતર સમાજનાં મતદારો કોની તરફેણમાં રહે છે તે અંગે પણ જબરી ચર્ચા ચાલી રહી છે.હરી હિરપરા 9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.