ગારિયાધારની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર હિરાણીને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાયા

ગારિયાધારની પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર હિરાણીને ચિત્રકુટ એવોર્ડથી સન્માનિત કરાયા


ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક શ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી નું તલગાજરડા ખાતે વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુ ના વરદહસ્તે ચિત્રકુટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.

પરેશકુમાર હિરાણી નાં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય ને બિરદાવતા પ.પુ. મોરારીબાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પરેશકુમાર હિરાણીએ કોરોના કાળમાં જ્યારે ઓફલાઇન શાળાઓ બંધ હતી ત્યારે ઘર-ઘર શિક્ષણ ત્યાર બાદ શેરી શાળાના માધ્યમથી બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા ભગીરથ પ્રયાસ હાથ ધરેલ હતા.

શેરી શાળામાં આવતા બાળકોને પરેશકુમાર હિરાણી દ્વારા સ્વખર્ચે નાસ્તો તથા શૈક્ષણિક સામગ્રી પુરી પાડવામાં આવતી હતી તેમજ શેરી શાળામાં સ્વખર્ચે ટી.વી. મુકી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવે તેવો નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં જન જાગૃતિ અભિયાન, આવનારી પેઢી ને વારસામાં ઓક્સિજન આપીએ ચાલો વૃક્ષ વાવીએ કાર્યક્રમ, રસીકરણ અભિયાન, ઉકાળા વિતરણ જેવા અનેક કાર્યો થકી શ્રી પરેશકુમાર હિરાણી દ્વારા લોકસેવાની જ્યોત પ્રગટાવવામાં આવી રહી છે.

ભાવનગર બ્યુરો મૂળશંકર જાળેલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »