ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં દ્રોણેશ્વરનાં આંગણે શ્રી સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ftag7sso8l8hyyhj/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં દ્રોણેશ્વરનાં આંગણે શ્રી સ્વામિનારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ


તા:11 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં દ્રોણેશ્વર મહાદેવનાં મંદિરની સામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ તારીખ 14 જાન્યુઆરીથી તારીખ 18 જાન્યુઆરી સુધી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અનેક કાર્યક્રમો રાખવામાં આવેલ છે જેમાં જાહેર જનતાને સ્વામીજી મહારાજ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરેક ગામડામાં સ્વામી ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ સ્વામીજી મહારાજ એક એક ગામડાની મુલાકાત લઈને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પત્રિકા વિતરણ કરીને ઘરે ઘરે જઈને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જેમાં ગીર ગઢડાના અનેક ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતાં જેમાં બોડીદર ગામની મુલાકાતે ગુરુકુળ દ્રોણેશ્વરનાં સ્વામી મહારાજ તેમજ સાધુ સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા બોડીદર ગામનાં રામજી મંદિર તેમજ દેવાયત બાપાની જગ્યાની મુલાકાત કરીને બોડીદર ગામનાં અનેક ઘરની મુલાકાત કરી હતી

જેમાં બોડીદર ગામનાં પૂર્વ માજી સરપંચ રણજીતભાઈ વાળા તેમજ હાલનાં તાલુકા પંચાયતના સદસ્યશ્રી મંજુલાબેન દિનેશભાઈ વાળા વતી તેમનાં ધર્મપત્તિ દિનેશભાઈ વાળા તેમજ રામભાઈ જાદવ અને અભુભાઈ ઝાલા અમરસિંહભાઈ વાળા જેવા અનેક આગેવાનો તેમજ પ્રતિષ્ઠ લોકો જોડાયા હતાં અને બોડીદર ગામનાં દરેક ઘરની મુલાકાત કરીને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તારીખ 15/1 /2023ને રવિવારનાં રોજ સર્વે રોગ નિદાન કેમ્પ મહિલા મંચ રાખવામાં આવેલ છે તેમજ તારીખ 16/1/2023ને સોમવારનાં રોજ રક્તદાન કેમ્પ પ્રાકૃતિક ખેતી સેમીનાર સાકોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે

જેમાં તારીખ 17/1/2023ને મંગળવારનાં ઠાકોરજીની નગર યાત્રા અને રાસ ઉત્સવ રાખવામાં આવેલ છે અને તારીખ 18/1/2023ને બુધવાર મહાભિષેક મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પ્રાર્થના ભવન અન્નકૂટોતસવ મહિલા સંસ્કાર કેન્દ્ર ઉદ્દઘાટન મૂર્તિ પ્રતિષ્ઠા વાજડી મૂર્તિ પ્રતિષ્ઠા ભાચા રાખવામાં આવેલ છે ત્યારબાદ તારીખ 19/1/2023ને ગુરૂવારે મૂર્તિ પ્રતિષ્ઠા વાવરડા રાખવામાં આવેલ છે તો આ કાર્યક્રમમાં વધુ સ્વયંસેવકો જોડાય અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજરી આપે અને પ્રાર્થનાંનો લાભ લેઇ અને મહાપ્રસાદનો લાભ લેઈ એવી સ્વામી મહારાજએ વિનંતી કરી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે. વાળા ગીર ગઢડા ગીર સોમનાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]