શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારતીય ભાષા સમિતિ (શિક્ષણ મંત્રાલય) ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત શબ્દશાલા કાર્યશાળાના બીજા
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ભારતીય ભાષા સમિતિ (શિક્ષણ મંત્રાલય) ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત શબ્દશાલા કાર્યશાળાના બીજા દિવસના વ્યાખ્યાનોને ચાર સત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા જેમાં પ્રથમ સત્રના વ્યાખ્યાતા તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત વિભાગના પ્રોફેસર ગોપબંધુ મિશ્રાએ રાજનીતિ સંબંધિત આધુનિક શબ્દો ની ચર્ચા કરી હતી .જેમાં એમણે અંગ્રેજીભાષા તથા સંસ્કૃત ભાષા માં નૂતન શબ્દ નિર્માણની મુખ્ય ત્રણ બાબતો ને લઈને ચર્ચા કરી હતી જેમાં ઉપસર્ગ, પ્રત્યય અને સમાસ ને ધ્યાનમાં રાખીને ભવિષ્યના આધુનિક શબ્દોનું નિર્માણ કઈ રીતે કરવું તે વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ બીજા સત્રના વ્યાખ્યાતા તરીકે ડો. ઉમા મહેશ્વરએ ભારત દેશના વિવિધ ક્ષેત્રોમાં પ્રખ્યાત વાનગીઓના સંસ્કૃત શબ્દોનો શબ્દકોશ રજૂ કર્યો અને चिपळुणकरमहानसः youtube ચેનલ ના માધ્યમથી આધુનિક ખાદ્યસામગ્રી અને ખાદ્ય સાધનોના શબ્દોની સંસ્કૃત માહિતી પણ આપી હતી. ભવિષ્યના શબ્દોનું નિર્માણ કેવી રીતે કરવું તેનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું. તૃતીય સત્રના વ્યાખ્યાતા તરીકે લાલ બહાદુર શાસ્ત્રી સંસ્કૃત વિશ્વવિદ્યાલયના શિક્ષાશાસ્ત્રી વિભાગના સહાયકાચાર્ય ડો. પરમેશકુમાર શર્માએ ચિકિત્સા સંબંધિત આધુનિક શબ્દોની સંસ્કૃત માહિતી રજૂ કરી. જેમાં તેમણે નવા શબ્દોનું નિર્માણ પાંચ વસ્તુઓને ધ્યાનમાં લઈને કરી શકાય એ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું.
દ્વિતીય દિવસના અંતિમ સત્ર ના વ્યાખ્યાતા તરીકે કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય જયપુર પરિસરના શિક્ષણ શાસ્ત્રી વિભાગના અધ્યક્ષ પ્રો.વાઈ. એસ. રમેશ દ્વારા આધુનિક ચલચિત્ર ઉપર અતિ સુંદર શબ્દ ભંડોળ અને નૂતન શબ્દો ની વ્યવસ્થા વિશે સમજાવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.