પોતે સ્ત્રી હોવા છતાં વિરાજ નામથી પાસપોર્ટ , આધાર કાર્ડ કઇ રીતે અને કોની પાસે બનાવ્યા તેની તપાસ. - At This Time

પોતે સ્ત્રી હોવા છતાં વિરાજ નામથી પાસપોર્ટ , આધાર કાર્ડ કઇ રીતે અને કોની પાસે બનાવ્યા તેની તપાસ.


મહિલા સાથે જાતિ છુપાવી લગ્ન કરનાર દિલ્હીના ડો . વિરાજ બર્ધનની ગોત્રી પોલીસે શનિવારે ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા . પોલીસે રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ કારણો રજૂ કર્યા હતા કે હજુ વિરાજ ઉર્ફ વિજયેતાના મેડિકલ ચકાસણી અધુરી છે એટલે તેની કસ્ટડી જરૃર છે આ ઉપરાંત વિરાજ અન્ય મહિલાઓ સાથે પણ પોતાની લીંગ જાતી છુપાવીને લગ્ન કર્યા હોવાની માહિતી મળી છે તો કેટલી મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે તેની જાણકારી મેળવવાની છે . ડો . વિરાજ પોતે સ્ત્રી હોવા છતાં તેણે પુરૃષ જાતી અને પુરુષ નામ વિરાજ તરીકેના પાસપોર્ટ , આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવ્યા છે તો તે કોણે બનાવી આપ્યા અને ક્યા ડોક્યૂમેન્ટના આધારે બન્યા છે તેની માહિતી મેળવવાની છે માટે રિમાન્ડની જરૃર છે . ઉલ્લેખનીય છે કે વડોદરાની મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ દિલ્હીના ડો . વિરાજ બર્ધનનો સંપર્ક થયો હતો જે બાદ વિરાજ અને વડોદરાની મહિલાએ લગ્ન કર્યા હતા લગ્નના છ વર્ષ બાદ મહિલાને જાણ થઇ હતી કે પોતે જેને પુરૃષ સમજે છે તે વિરાજ હકિકતે મહિલા છે અને તેનું નામ વિજયેતા છે . જે બાદ મહિલાએ વડોદરામાં ગોત્રી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon