નેત્રંગ ગ્રામ પચાયત દ્વારા કરવામાં આવેલ બોરમાં થયેલ ગેરરીતિ બાબત અરજી કરવામાં આવી - At This Time

નેત્રંગ ગ્રામ પચાયત દ્વારા કરવામાં આવેલ બોરમાં થયેલ ગેરરીતિ બાબત અરજી કરવામાં આવી


નેત્રંગ મુકામે રહેતા સામાજિક આગેવન દીપક કાંતિલાલ પ્રજાપતિ દ્વારા અરજી કરવામાં આવી કે માંડવી રોડ પર,બગીચાની પાછળ સ્વામીનારાયણ મંદિર નજીક આવેલ જે કે એપાર્ટમેન્ટમાં ગ્રામ પંચાયત દ્વારા એકજ ગ્રાંટ માંથી ૨ બોર મંજુર કર્યા છે જેમા ૧ બોર પૂર્વ દિશામાં કરવામાં આવ્યો છે અને બીજો ૧ બોર પશ્ચિમ દિશામાં કરવામાં આવ્યો છે.સદર જગ્યાએ કોઈ રહેવાસી નથી જે બોર ખુલ્લા ખેતરમાં કરવામાં આવેલા છે. સદર બોરો કોના માટે અને કોને કામ લાગશે .સદર ૨ બોર ગામ માં કે કોઇ ફળીયામાં કર્યા હોત તો પાણી ની સમસ્યા ઓછી થતી. ખેતરમાં બોર કરવાનો શું મતલબ ? આવા અનેક બોરો નેત્રંગ ગામ પંચાયત દ્વારા ખુલ્લા ખેતરોમાં કરવામાં આવ્યા છે જેથી છેલ્લા ર વર્ષ થી થયેલા તમામ બોરો અંગે નેત્રંગ ગ્રામ પંચાયતની તપાસ થવી જોઇએ અને નેત્રંગ ગામના એસ ઓ સાહેબ, તાલાટી સાહેબ અને સરપંચ સામે જરૂરી તપાસ થવી જોઇએ. જેતે જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.સુંદર બોરોની તપાસ નહી કરવામાં આવે તો દિન - ૧૦ માં જે લાગતા વળગતા અધિકારીઓ સામે લોકહિત મા. કોર્ટરાહે કાર્યવાહી તથા આગળના દિવસોમાં ઉગ્ર આદોલન કરવામાં આવશે એવી અરજદાર દ્વારા લેખીત માં અરજી કરવામાં આવેલ છે


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.