બિમાર ગાયોના લાભાર્થે માટે પાર્ટી પ્લોટ કરવા આપેલ જમીન ચાલુ નવરાત્રી એ માલિક દ્વારા જમીન ખાલી કરાવી - At This Time

બિમાર ગાયોના લાભાર્થે માટે પાર્ટી પ્લોટ કરવા આપેલ જમીન ચાલુ નવરાત્રી એ માલિક દ્વારા જમીન ખાલી કરાવી


બિમાર ગાયોના લાભાર્થે માટે પાર્ટી પ્લોટ કરવા આપેલ જમીન ચાલુ નવરાત્રી એ માલિક દ્વારા જમીન ખાલી કરાવી

હિન્દુ રાષ્ટ્ર માં ગૌસેવકોએ સેવા પડતી મુકી રાજીનામાં ધરી દીધા
જે હિન્દુત્વના મુદા પર દેશની ગાદી પર નરેન્દ્ર મોદી બિરાજમાન છે.તે હિન્દુત્વને કલંક લાગે તેવી ઘટના થઈ છે.ગૌસેવકોને બિમાર ગાયો માટે થતા કાયૅને અટકાવવું એ ભારતના ઈતિહાસમાં પ્રથમ વાર થયેલ હોય તેવું છે.
વિગતો અનુસાર તા. ૨૯/૦૯/૨૦૨૨ ના રોજ વિસાવદરમાં બિમાર ગાયોના લાભાર્થે આયોજીત પાર્ટી પ્લોટમાં નજીવી બાબતોને લઈને કેટલાક દંગામિજાજી માનસિકતા ધરાવતા અનિષ્ટ તત્વોએ ઉગ્ર સ્વરૂપ આપીને પાર્ટી પ્લોટ બંધ કરાવવાનું પાપ કર્યુ છે.ગૌસેવા માટે સમગ્ર તાલુકામાં પોતાની સુવાસ ફેલાવનાર અને ગૌસેવાને કારણે લોકોમાં ભારે ખ્યાતિ ધરાવતા સેવાભાવી યુવાનોની સુંદર કામગીરી થી ઈર્ષા અનુભવતા બે ચાર બની બેઠેલા નેતા કે કુખ્યાત,બૂચમારક કંપનીની છાપ ધરાવતા લોકોએ આ પાર્ટી પ્લોટને બંધ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.આ બાબતથી ગૌસેવકોએ હવે ભવિષ્યમાં વિસાવદરમાં ગૌસેવા નહીં કરવાના નિર્ણય લઈ ધડાધડ રાજીનામાઓ આપી દીધા છે.ગૌસેવકોના રાજીનામા આપવા માટે જવાબદાર અર્ધમીઓની ભારે નિંદા થાય છે. બિમાર ગાયોની દવા માટે થતા શુભ યજ્ઞમાં વિઘ્ન નાખતા આ લોકોને અબોલ પ્રાણીના નિસાસાઓ લાગશે.તેમજ સમગ્ર તાલુકાના લોકો એ વિચારે ચડયા છે કે હિન્દુત્વનો નારો લગાવતા પક્ષના નેતિઓ તથા કાયૅકરો કેમ ચૂપ છે? ધર્મ પ્રેમી ધારાસભ્ય તરીકે મોટી મોટી જીવદયાની વાતો કરતા આ મામલાને કેમ સુલઝાવી ના શકયા? સ્ટેજમાં ફોટા પડાવતા કેટલાય બની બેઠેલા આગેવાનોને ધારાસભ્યની ટિકીટ વાંચ્છુઓ કેમ આ શુભ કાયૅમાં પોતાનું મોઢુ સીવી લીધુ છે.સમગ્ર તાલુકાના હિન્દુ મુસ્લિમ લોકોએ કોઈપણ જાતના જ્ઞાતિના ભેદભાવ વગર ગૌસેવકોના આ કાયૅને બિરદાવવા ખૂબ ફાળો આપ્યો છે.ત્યારે નેતાઓ અને વિવિધ સામાજિક સંગઠનો કેમ આગળ આવીને ગૌસેવકોના કાયૅને બિરદાવવા પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા નથીઆવા કૃત્ય ને વિસાવદર વિશ્વ હિન્દૂ પરિસદ તેમજ બજરંગ દળ દ્વારા સખત શબ્દો મા વખોડી કાઢેલ છે .અને અસામાજિક તત્વોના પાપે વિસાવદરના ખેલૈયાઓ પણ નિરાશા અનુભવી રહયા છે.વિસાવદરમાં જુઓ તો આના ફળસ્વરૂપે ગરીબ માણસો,ચકડોળ વાળા અને નાના ધંધાર્થીઓ પણ વેપાર ધંધાને આડકતરી રીતે નુકસાની થશે.ત્યારે અબોલ ગૌમાતા અને આ ગરીબોના શ્રાપ લેવા વાળા એ રાક્ષસો ને ઈશ્વરના દરબારમાં જવાબ દેવો જ પડશે.એવું લોકોમાં ચર્ચામાં છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon